ગુજરાતમાં છેલ્લાં ઘણાં દિવસોથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં આજે પણ વરસાદ ખમૈયા કરવાના મૂડમાં નથી હવામાન વિભાગ દ્વારા ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ૮ જિલ્લામાં ૧૦:૦૦ વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય બાકીના જિલ્લામાં યેલો એલર્ટ રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૧૦:૦૦ વાગ્યા સુધી બનાસકાંઠા, સુરત, મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ એલર્ટ રહેશે. આ વિસ્તારમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે.
આ સિવાય ગુજરાતના બાકીના ૨૬ જિલ્લામાં યેલો એલર્ટ રહેશે. જ્યાં હળવાથી મધ્યમ સ્તરે છૂટો છવાયેલો વરસાદ જોવા મળી શકે છે.