વરસાદમાં જીન્સના કપડા કેવી રીતે સુકાવવા?

ચોમાસાના વરસાદમાં કપડાં સુકવવા ખૂબ જ પડકારજનક હોય છે. આ સીઝનમાં ભેજના કારણે કપડા જલ્દી સુકાતા નથી. આવી સ્થિતિમાં, તમે અમુક ટીપ્સને અનુસરીને સરળતાથી કપડા સુકાવી શકો છો.

How to Dry Jeans Fast

ચોમાસામાં વરસાદ દરમિયાન સૌથી મોટી સમસ્યા કપડાં સૂકવવાની હોય છે. ખાસ કરીને જીન્સ જેવા ભારે અને જાડા કપડા સૂકવવામાં ઘણી તકલીફ પડે છે. ઘણી વખત ભેજ અને ભીનાશને કારણે તેમાંથી દુર્ગંધ પણ આવવા લાગે છે. હકીકતમાં વરસાદની ઋતુમાં કપડાં સૂકવવા અંગે ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. આવી સ્થિતિમાં, તમે વરસાદની ઋતુમાં પણ કપડાંને કોઈ ખાસ રીતે સૂકવી શકો છો.

How to Dry Jeans Quickly with an Iron: 6 Steps (with Pictures)

કપડા ધોયા પછી તરત જ સુકાવી દો

ભીના કપડાને વરસાદના વાતાવરણમાં ધોયા પછી તરત જ ફેલાવો. જો તમે ભીના જીન્સને લાંબા સમય સુધી નહીં ફેલાવો તો તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે. આ કિસ્સામાં જીન્સને હવાઉજાસ વાળી જગ્યાએ ફેલાવો. તેનાથી ભેજ ધીમે-ધીમે ઓછો થશે.

This Genius "Shake Method" Hack Will Make Your Clothes Dry Faster

ગરમ હવા વડે કાપડને સૂકાવો

વરસાદની ઋતુમાં મોટાભાગે સૂર્યપ્રકાશ આવતો નથી, જેના કારણે કપડાં સુકવવામાં ઘણી મુશ્કેલી પડે છે. આવામાં તમે કપડાં સૂકવવા માટે હીટર, પંખા કે ડ્રાયરનો ઉપયોગ કરી શકો છો. તે જીન્સ સહિતના અન્ય કપડાંને પણ સરળતાથી સૂકવી નાખે છે અને તેમાં દુર્ગંધ પણ આવતી નથી.

6 Mistakes In Washing And Drying Clothes That Make You Sick | OnlyMyHealth

બેકિંગ સોડા વડે દુર્ગંધ દૂર કરો

જીન્સ ધોતી વખતે તમે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. તેમાં બેક્ટેરિયા હોતા નથી, જેના કારણે વાસ આવતી નથી. તમે તેનો સરળતાથી ઉપયોગ કરી શકો છો. ધોવાના પાણીમાં થોડી માત્રામાં બેકિંગ સોડા ઉમેરો અને તેમાં જીન્સને પલાળી રાખો. જીન્સમાં દુર્ગંધ આવતી નથી.

Drying GIFs | Tenor

હેંગરમાં કપડા સુકાવો

જીન્સ જેવા જાડા કપડાં સૂકવવા માટે તમે હેંગર અથવા લોન્ડ્રી લાઇનનો ઉપયોગ કરી શકો છો. જીન્સ સુકવવા માટે હંમેશા ઊંધું લટકાવી દો. આનાથી પાણી સરળતાથી નીચે આવી જશે અને જીન્સ ઝડપથી સૂકાઈ જશે.

Jeans And White Tee GIFs - Find & Share on GIPHY

જીન્સ વાળીને ન મૂકો

ભીના જીન્સ વાળીને કે રોલ કરી લાંબા સમય સુધી રાખવા નહીં. તેનાથી ભેજ અંદરની તરફ રહે છે અને દૂર્ગંધ આવે છે. ધોયા બાદ તેને ફેલાવીને કે હેંગર પર લટકાવીને જ સૂકવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *