REMDESIVIR : સૌરાષ્ટ્રના આ શહેર માટે રાહતના સમાચાર, હવે રેમડેસિવિર ઇન્જેક્શન માટે લાઈનમાં ઉભું રહેવું નહીં પડે

કોરોના ના કહેરની વચ્ચે જૂનાગઢ વાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. શહેરવાસીઓને હવે રેમડેસિવિર ઇન્જેક્શન માટે હવે લાઈનમાં ઉભું રહેવું નહીં પડે. ગઈકાલે શહેરમાં કલેક્ટર, કમિશ્નર અને ખાનગી તબીબોની એક બેઠક મળી હતી જેમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.

બેઠકમાં લેવાયેલ નિર્ણય અનુસાર હવેથી તબીબ જ રેમડેસિવિર ઇન્જેક્શન (Remdesivir injection) માટે ઓનલાઈન અરજી કરશે. આમ સીધા દર્દી સુધી જ રેમડેસિવિર ઇન્ડેક્શન (Remdesivir injection) પહોંચી જશે. આ પહેલા સિવિલ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શન માટે લાંબી લાઈનો થતી હતી. આમ લાંબી લાઈનો ન થાય અને ઇન્જેક્શનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઓનલાઈન પોર્ટલ બનાવ્યું છે. એટલું જ નહીં ઇન્જેક્શન લીધા પછી ઇન્જેક્શનનું ખાલી વાયલ પણ ડોક્ટરોએ જમા કરાવવું પડશે. આ તમામ નિર્ણય વહીવટીતંત્ર અને ખાનગી હોસ્પિટલના તબીબોની બેઠકમાં થયો થયો હતો.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 7410 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 73 લોકોનાં મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક પાંચ હજારનની નજીક પહોંચી ગયો છે.

રાજ્યમાં આજે 2642 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,23,371 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 39 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 39250 પર પહોંચ્યો છે. જેમાંથી 254 લોકો વેન્ટિલેટર પર અને 38996 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 87.96 ટકા છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4995 પર પહોંચ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *