લાખો લોકોની જનમેદની હાલ રોડ શોની રાહ જોઇને ઉભા છે. સજ્જડ બંદોબસ્ત વચ્ચે પણ લોકો પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે કલાકોથી ઉભા છે. પીએમ રોડ શો માટે લાખો લોકો આવ્યા છે.
પીએમ મોદી ૨૫ અને ૨૬ ઓગસ્ટ એમ બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. આજે સાંજે તેઓ નિકોલમાં સભા ગજવવાના છે. ૨૫ ઓગસ્ટે સાંજે તેઓ અમદાવાદ એરપોર્ટથી સીધા નિકોલ આવશે. નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શોનું આયોજન કરવામાં આવશે. ત્યાર બાદ વિશાળ જનસભા યોજશે. જેમાં ૫૪૭૭ કરોડનાં વિકાસકાર્યાના લોકાર્પણ-ખાત મુહૂર્ત પણ કરશે. જેના પગલે સમગ્ર નિકોલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
લાખો લોકોની જનમેદની હાલ રોડ શોની રાહ જોઇને ઉભા છે. સજ્જડ બંદોબસ્ત વચ્ચે પણ લોકો પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે કલાકોથી ઉભા છે. પીએમ રોડ શો માટે લાખો લોકો આવ્યા છે. પોલીસ માટે પણ રોડ શો મોટો પડકાર છે. અમદાવાદ પોલીસ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. પીએમ મોદી એરપોર્ટથી નિકોલ નિકળવા માટે રવાના થઇ ચુક્યાં છે. પીએમ અમદાવાદ એરપોર્ટ ખાતે ઉતર્યા ત્યારે તેમનું સ્વાગત કરવા માટે ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપરાંત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતનું તમામ મંત્રીમંડળ હાજર રહ્યું હતું.
