વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પરથી નિકોલમાં આયોજિત રોડ શૉ માટે રવાના થઈ ગયા છે. વડાપ્રધાન મોદી ૨૫ અને ૨૬ ઓગસ્ટે ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. વડાપ્રધાને નિકોલમાં રૂ. ૫૪૭૭ કરોડથી પણ વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યા બાદ જનસભા સંબોધિત કરી કરી રહ્યા છે.
દેશભરમાં ગણેસોત્સવનો અદભુત ઉત્સાહ છે. ગણપતિ બાપાના આશીર્વાદથી આજે ગુજરાતના વિકાસ સાથે જોડાયેલી અનેક પરિયોજનાઓનો પણ શ્રીગણેશ થયો છે. મારૂ સૌભાગ્ય છે કે આજે મને વિકાસના અનેક પ્રોજેક્ટ જનતા જનાર્દનના ચરણોમાં સમર્પિત કરવાનો, તમને સોપવાનું સૌભાગ્ય મળ્યું છે.
જ્યારે હુલ્લડબાજો પતંગ ચગાવવા જેવી લાઇનમાં ઢાળી દે, કરફ્યુમાં જીવન ગુજારવું પડે, વાર તહેવારે અમદાવાદની ધરતી રક્ત રંજીત થઇ જતી, આ અમારૂ લોહી વહાવતા હતા. દિલ્હીમાં બેઠેલી કોંગ્રેસ સરકાર કંઇ કરતી નહતી. આજે આતંકવાદી અને તેમના આકાઓને અમે છોડતા નથી પછી તે ક્યાંય પણ છુપાયા હોય, દુનિયાએ જોયું છે પહેલગામનો બદલો ભારતે કેવી રીતે લીધો. 22 મિનિટમાં આ બધુ સફાચટ કરી નાખ્યું. સેકડો કિલોમીટર અંદર જઇને નક્કી કરેલા નિશાન પર વાર કરીને આતંકવાદની નાભી પર હુમલો કર્યો. ઓપરેશન સિંદૂર આપણી સેનાનું શૌર્ય અને સુદર્શન ચક્રધારી મોહનના ભારતની ઇચ્છાશક્તિનું પ્રતિક બની ગયું છે. ચરખાધારી મોહન આપણા પૂજ્ય બાપુએ ભારતની સમૃદ્ધિનો રસ્તો સ્વદેશીમાં બતાવ્યું હતું.
ગુજરાતની આ ધરતી બે મોહનની ધરતી છે. એક સુદર્શન ચક્ર ધારી મોહન એટલે કે આપણા દ્વારકાધીશ શ્રીકૃષ્ણ અને બીજા ચરખાધારી મોહન એટલે કે સાબરમતીના સંત પૂજ્ય બાપુ. ભારત આજે આ બન્નેના બતાવેલા રસ્તા પર ચાલીને નિરંતર સશક્ત થયું છે. સુદર્શન ચક્રધારી મોહને આપણને શીખવાડ્યું છે કે દેશની,સમાજની રક્ષા કેવી રીતે કરાય, તેમણે સુદર્શન ચક્રને ન્યાય અને સુરક્ષાનું કવચ બનાવડાવ્યું છે જે દુશ્મનને પાતાળમાં પણ શોધીને સજા આપે છે. આ જ ભાવ આજે ભારતના નિર્ણયમાં પણ દેશ અનુભવ કરી રહ્યો છે, દેશ જ નહીં દુનિયા અનુભવ કરી રહી છે.