અંબાજી મેળા માટે તંત્રની તડામાર તૈયારી

ગત વર્ષે લેવામાં આવેલ વીમાની અંદર મંદિરની ૨૦ કિલોમીટરનું અંતર જ આવરવામાં આવ્યું હતું.જો કે આ વર્ષે આ વીમો સંપૂર્ણ ગુજરાત સહીત રાજસ્થાનમાં પણ અંબાજીની હદથી ૫૦ કિલોમીટર સુધી માન્ય ગણાશે

गुजरात में पूर्णिमा का मेला: 25 लाख से ज्यादा श्रद्धालु आएंगे अंबाजी के दर,  देखिए कैसी हैं तैयारियां | Bhadrapada Purnima Fair at Ambaji temple Gujarat  - Hindi Oneindia

યાત્રાધામ અંબાજી ખાતે ૧ તારીખથી ભાદરવી પૂનમના મેળાની શરૂઆત પહેલા જ તંત્ર તડામાર તૈયારીમાં લાગી ચુક્યું છે. અંબાજી ખાતે આવનાર ભક્તોને કોઇ મુશ્કેલી ન થાય તે માટે તમામ બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દર્શન માટે આવનારા દરેક ભક્તો માટે વીમો લેવામાં આવ્યો છે. આ વીમો અંબાજી આવતા ભક્તોને કોઈ પણ જાતની તકલીફ પડે અકસ્માત થાય કે જાન હાનિ થાય તે માટે દેવસ્થાન ટ્રસ્ટે ઉતરાવ્યો છે. આ વીમાનું પ્રીમિયમ ૧૦ કરોડ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભરવામાં આવ્યું છે.

ambaji-temple-gujarat-820x430_c - RVA Temples

ગત વર્ષે લેવામાં આવેલ વીમાની અંદર મંદિરની ૨૦ કિલોમીટરનું અંતર જ આવરવામાં આવ્યું હતું.જો કે આ વર્ષે આ વીમો સંપૂર્ણ ગુજરાત સહીત રાજસ્થાનમાં પણ અંબાજીની હદથી ૫૦ કિલોમીટર સુધી માન્ય ગણાશે એટલે કે અંબાજી માટે ગુજરાતમાથી નીકળેલો કોઈ પણ યાંત્રિક આ વીમા અંતર્ગત કવર થશે. વીમાની શરતો મુજબ અંબાજી આવતા યાત્રિકોને કઈ પણ જાન હાની થાય અકસ્માત થાય તો વીમો કલેમ કરવા કોર્ટમાં અરજી કરવાની રહશે અને કોર્ટ વિમાં કંપની ને જરૂરી રકમ ચૂકવવા આદેશ કરશે.

વીમા બાદ અંબાજીમાં નવીન પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેમાં યાત્રિકો ઘરે બેઠા પોતાનું પાર્કિંગ સ્પોટ નક્કી કરી શકશે. આ સુવિધા ઓનલાઇન અંબાજી મંદિરની વેબસાઈટ પરથી ઓપરેટ કરી શકશે. જેમાં અંબાજી મેળા દરમ્યાન બનાવવામાં આવેલ પાર્કિંગનું લિસ્ટ વેબસાઈટ પર હશે. જેને સિલેક્ટ કરીને જે પાર્કિંગ નજીક પડે તેમાં યાંત્રિક પોતાની જાતે જ સ્પોટ નક્કી કરીને પોતાનો પાસ મેળવી શકશે.

Grand scale of Ambaji's Bhadarvi Poonam Fair in numbers | Ambaji witnesses  10 lakh pilgrims during three days of Bhadarvi Poonam Fair - Gujarat  Samachar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *