૩૦ દિવસો સુધી રોજ ૫ પલાળેલી બદામ ખાવાથી સ્વાસ્થ્ય પર શું થાય છે અસર

બદામમાં રહેલા પોષક તત્વો અને તેને પલાળવાની પ્રક્રિયા બંને મળી તેને વધુ અસરકારક બનાવે છે. આયુર્વેદિક નિષ્ણાત નિત્યાનંદમ શ્રીએ જણાવ્યું કે દરરોજ પલાળેલી બદામ ખાવાથી શું ફાયદા થાય છે.

Almond GIFs - Get the best gif on GIFER

રોજ સવારે પલાળેલી બદામ ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકરક છે. જ્યારે પણ હેલ્ધી ડાઇ ફ્રૂટની વાત આવે છે ત્યારે બદામનો સૌથી પહેલા ઉલ્લેખ કરવામાં આવે છે, કારણ કે બદામ મનને તેજ બનાવે છે અને શરીરને મજબૂત રાખે છે. તે માત્ર પાચન, ત્વચા અને હૃદયની તંદુરસ્તીને જ લાભ નથી આપતું, પરંતુ ઊર્જા, શુગર અને હાડકાંની મજબુતીમાં પણ ફાળો આપે છે. નિષ્ણાતોના મતે એક મહિના સુધી દરરોજ માત્ર ૫ પલાળેલી બદામ ખાવાથી શરીર અને મન બંનેમાં સકારાત્મક પરિવર્તન જોવા મળી શકે છે.

Nude Natural Almonds – Healthy whole almonds

બદામમાં રહેલા પોષક તત્વો અને તેને પલાળવાની પ્રક્રિયા બંને મળી તેને વધુ અસરકારક બનાવે છે. પલાળી રાખવાથી બદામની બહારી પરત બ્રાઉન સ્ક્રીનમાં રહેલા ફાઈટિક એસિડ અને ટેનિન ઓછા થાય છે, જે પાચનક્રિયાને સરળ બનાવે છે અને પોષક તત્વો શરીરમાં વધુ સારી રીતે શોષાય છે. આયુર્વેદિક નિષ્ણાત નિત્યાનંદમ શ્રીએ જણાવ્યું હતું કે, દરરોજ પલાળેલી બદામ ખાવાથી શું ફાયદા થાય છે?

health benefits of eating soaked almonds in winter | Benefits of almonds :  પલાળેલી બદામ ખાવાના ગજબ છે ફાયદા, આ રીતે કરો સેવન

પલાળેલા બદામના પોષકતત્વો

પલાળેલી બદામ પોષક તત્વોનો ખજાનો છે, જેમાં પ્રોટીન, ફાઇબર, વિટામિન ઇ, ઝિંક, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને આયર્ન જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે. બદામની છાલને પલાળવાથી બદામની છાલ નરમ પડે છે, જે ટેનિન નામના તત્વને દૂર કરે છે અને શરીર આયર્ન અને ઝિંક જેવા ખનિજોને વધુ સારી રીતે શોષી લે છે.

health benefits of eating soaked almonds in winter | Benefits of almonds :  પલાળેલી બદામ ખાવાના ગજબ છે ફાયદા, આ રીતે કરો સેવન

પાચનમાં સરળ

કાચી બદામ ક્યારેક પેટ પર ભારે પડી શકે છે. પલાળ્યા બાદ તેમાં રહેલું ફાયટિક એસિડ અને ટેનિન ઘટી જાય છે, જેથી તેને પચવામાં સરળતા રહે છે. તેનાથી પેટ ફૂલવું, ભારેપણું કે ગેસની સમસ્યા થતી નથી.

PHOTOS: ફક્ત 15 દિવસ પલાળેલી બદામ ખાઓ, જો ખાલી પેટ ખાશો તો બાહુબલી બની જશો  | લાઇફ સ્ટાઇલ - News18 ગુજરાતી

દિવસભર ઊર્જાનું સંતુલન

બદામમાં હેલ્ધી ફેટ, પ્રોટીન અને ફાઇબર હોય છે, જે ધીમે ધીમે એનર્જી બહાર કાઢે છે. સવારે ૫ પલાળેલી બદામ ખાવાથી આખો દિવસ સ્થિર ઉર્જા મળે છે અને વચ્ચે-વચ્ચે થાક અથવા કેફીન પરની નિર્ભરતા ઓછી થાય છે.

પલાળેલી બદામ ખાવાથી થશે આ ગજબના ફાયદા

ત્વચા માટે ફાયદાકારક

બદામનું વિટામિન ઇ એક શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ છે, જે ત્વચાને પ્રદૂષણ અને સૂર્યના કિરણોથી થતા નુકસાનથી બચાવે છે. જો સતત ૩૦ દિવસ સુધી તેનું સેવન કરવામાં આવે તો ત્વચા વધુ નરમ, હાઇડ્રેટેડ અને ચમકદાર દેખાઈ શકે છે.

કાચી કે પલાળેલી, કેવી બદામ સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક?

મગજ અને યાદશક્તિ માટે ફાયદાકારક

બદામમાં રાઇબોફ્લેવિન અને એલ-કાર્નિટિન જેવા પોષક તત્વો હોય છે, જે નર્વ ફંક્શન અને મગજની એક્ટિવિટીમાં મદદ કરે છે. બદામના નિયમિત સેવનથી ફોક્સ અને માનસિક સ્પષ્ટતામાં સુધારો થઈ શકે છે.

Benefits of Soaked Almonds: પલાળેલી બદામ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, હૃદય  રોગ અને બ્લડ પ્રેશરની સમસ્યાઓ રહેશે દૂર - Soaked almonds are beneficial for  health, heart disease and ...

હૃદય સ્વસ્થ રાખે

બદામ સારા કોલેસ્ટ્રોલને વધારે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદગાર છે. તેમાં રહેલા મેગ્નેશિયમ અને પોટેશિયમ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે, જે લાંબા ગાળે હૃદયને સ્વસ્થ રાખે છે.

Soaked Almonds: દરરોજ સવારે પલાળેલા બદામથી કરો હેલ્ધી શરૂઆત, આ 5 ફાયદા  જાણીને થઈ જશો હેરાન!

વજન કંટ્રોલ કરવામાં અસરકારક

બદામ કેલરીથી ભરપૂર હોય છે, પરંતુ તેને પ્રમાણસર ખાવામાં આવે તો વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. તેમના ફાઇબર અને પ્રોટીન તમને લાંબા સમય સુધી ભરેલા રાખે છે, જે બિનજરૂરી નાસ્તાને ઘટાડી શકે છે.

Why almonds should be soaked and eaten, know the amazing benefits of eating  them peeled almond | બદામ પલાળીને કેમ ખાવી જોઇએ, જાણો છાલ ઉતારીને ખાવાથી  થતાં અદભૂત ફાયદા

હાડકાં અને દાંત માટે ફાયદાકારક

બદામમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા મિનરલ્સ હોય છે, જે હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે. એક મહિના સુધી નિયમિત રીતે લેવાથી તે શરીરને અંદરથી સપોર્ટ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *