અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ તબીબને ડિજિટલ અરેસ્ટ કરીને ૮.૫ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આરોપીઓએ પોતાને ક્રાઈમ બ્રાંચ અને ઈડીના કર્મચારી ગણાવ્યા હતા. ફરિયાદીને ડરાવવામાં આવ્યા હતા કે તેમની ડિજિટલ ધરપકડ કરવામાં આવશે.
અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ તબીબને ડિજિટલ અરેસ્ટ કરીને ૮ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આરોપીઓએ પોતાને ક્રાઈમ બ્રાંચ અને ઈડીના કર્મચારી ગણાવ્યા હતા. ફરિયાદીને ડરાવવામાં આવ્યા હતા કે તેમની ડિજિટલ ધરપકડ કરવામાં આવશે. આ આખા મામલાની શરૂઆત ૨૮ જુલાઈએ આવેલા એક વોટ્ટસ એપ મેસેજ દ્વારા શરૂ થઈ હતી. જેમાં આરોપીઓએ પોતાને ઈડીના કર્મચારી ગણાવ્યા હતા. હવે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આ ડિજિટલ અરેસ્ટ કરનાર ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે.
કેવી રીતે છેતરપિંડી કરી?
આરોપીઓએ તબીબને કહ્યું કે,’નરેશ ગોયલ જેટ એરવેજ સ્કેમ મની લોન્ડરિંગ’ મામલે કેનેરા બેંક મુંબઈના ખાતામાં ૫ લાખ રૂપિયા જમા થયા છે અને ફરિયાદીનું નામ મની લોન્ડરિંગ ગુના સાથે જોડાયેલ છે. ફરિયાદીને ડરાવવામાં આવ્યા કે ગુના સાથે જોડાયેલી તપાસ માટે ૪૦ દિવસની અદાલત રિમાન્ડ માટે તેમની ધરપકડ થશે અને જો તેમણે આ વિશે કોઈને કંઈ કહ્યું તો તે દેશવિરોધી કામ માનવામા આવશે. તેમને એવું પણ કહેવામાં આવ્યું કે, જો તેઓ સહયોગ આપશે તો તેમને દિલ્હી બોલાવવામાં આવશે નહીં અને ઓનલાઈન કોર્ટમાં પેશી કરવામાં આવશે.
ફરિયાદીનો વિશ્વાસ જીતવા માટે આરોપીએ નકલી કોર્ટ રૂમ બનાવ્યો અને ઓનલાઈન સુનાવણી હાથ ધરી. ફરિયાદીને બતાવવા માટે કે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, મુખ્ય ન્યાયાધીશ તરફથી તેમને એક નકલી પત્ર પણ મોકલવામાં આવ્યો, જેમાં લખ્યું હતું- “સરકારી બાબતો, નાણાં મંત્રાલય – મહેસૂલ વિભાગ, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા, ‘માનનીય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈ, ભારતના મુખ્ય ન્યાયાધીશ”.