‘ટેરિફ ટેરર’ વચ્ચે ભારતનો જીડીપી વૃદ્ધિ દર ૭.૮ %

India's growth surprise may fade with Trump's 50% tariff hit - The Economic  Times

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એપ્રિલ ૨૦૨૫ માં ભારત જ નહીં આખી દુનિયાને જંગી ટેરિફની ધમકી આપી હતી. એટલું જ નહીં ભારતીય અર્થતંત્રને ‘ડેડ ઈકોનોમી’ ગણાવી હતી ત્યારે ટ્રમ્પના નિવેદનોને અવગણીને ભારતીય અર્થતંત્રે ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક એપ્રિલ-જૂનમાં ૭.૮ % નો જીડીપી વૃદ્ધિદર નોંધાવ્યો છે, જે ૬.૭ % ના અંદાજ કરતાં વધુ રહ્યો છે. વધુમાં એપ્રિલ-જૂનનો વૃદ્ધિદર છેલ્લા પાંચ ત્રિમાસિકમાં સૌથી ઝડપી રહ્યો છે. કૃષિ સેક્ટરની સાથે વેપાર, હોટેલના સારા દેખાવે વૃદ્ધિમાં મદદ કરી છે.

India may well be on track to becoming third largest economy - BusinessToday

ટ્રમ્પે બે એપ્રિલે લિબરેશન ડે પર ભારત સહિત ૨૦૦ દેશો પર જંગી ટેરિફ નાંખવાની જાહેરાત કરી હતી, જે ૯ એપ્રિલથી લાગુ થવાનો હતો, પરંતુ પાછળથી તેની ડેડલાઈન અનેક વખત લંબાવવામાં આવી અને અંતે ૭ ઑગસ્ટથી ભારત પર ૨૫ % ટેરિફનો અમલ ચાલુ થયો, જેને વધારીને ૨૭ ઑગસ્ટથી ૫૦ % કરી દેવાયો છે.

India's GDP Growth Projected at 6.7% for FY26, Cyclical Recovery Expected

ટ્રમ્પની ટેરિફની ધમકીઓ અને ભારતને ટેરિફ કિંગ ગણાવવાના ‘આતંકી’ નિવેદનો વચ્ચે પણ ભારતીય અર્થતંત્રે અભૂતપૂર્વ વૃદ્ધિ નોંધાવી છે. ગયા વર્ષની સરખામણીમાં ૨૦૨૫-૨૬ ના પહેલા ત્રિમાસિક એપ્રિલ-જૂનમાં ભારતે ૭.૮ % નો વૃદ્ધિદર નોંધાવ્યો છે, જે ગયા વર્ષે સમાન સમયમાં ૬.૫ % હતો. નાણાકીય વર્ષ ૨૪-૨૫ ના ચોથા ત્રિમાસિકમાં જીડીપી વૃદ્ધિદર ૭.૪ % હતો. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના પ્રથમ ત્રિમાસિકમાં વાસ્તવિક જીડીપી અંદાજે રૂ. ૪૭.૯૮ લાખ કરોડ હતો, જ્યારે ૨૦૨૪-૨૫ ના સમાન સમયમાં રૂ. ૪૪.૪૨ લાખ કરોડ હતો, જે ૭.૮ % નો વૃદ્ધિદર દર્શાવે છે.

economic growth | S&P Global Ratings sees India's economic growth at 6 per  cent - Telegraph India

સરકારી આંકડા મુજબ આ પહેલાં સૌથી ઝડપી વૃદ્ધિદર જાન્યુઆરી-માર્ચ ૨૦૨૪ માં ૮.૪ % રહ્યો હતો. એપ્રિલ-જૂન ૨૦૨૫ના સમયમાં ચીનનો જીડીપી દર ૫.૨ % રહ્યો હતો જ્યારે ભારત દુનિયાના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રમાંનું એક હતું.

India's GDP to grow at 6.5-7% in 2024-25: Eco Survey | YourStory

વર્તમાન રિપોર્ટ મુજબ ભારતીય અર્થતંત્ર નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ની શરૂઆતમાં સારી ગતિથી આગળ વધી રહ્યું છે. વિશેષરૂપે સેવા ક્ષેત્રમાં તેજી, સતત રોકાણ અને સરકારી ખર્ચમાં ઉછાળો સકારાત્મક સંકેત આપે છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના પહેલા ત્રિમાસિકમાં વાસ્તવિક જીડીપીમાં ૭.૮ % ની વૃદ્ધિ નોંધાઈ હતી. 

India economy to grow at 6.7% in FY26: ADB

એ જ રીતે સેવા ક્ષેત્રમાં શાનદાર વૃદ્ધિના કારણે ભારતીય અર્થતંત્રે સમાન સમયમાં ૭.૬ % નો વાસ્તવિક જીવીએ ગ્રોથ પણ નોંધાવ્યો છે.

India's GDP doubles to $4.3 trillion in 2025 from $2.1 trillion in 2015

નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (એનએસઓ)ના આંકડા મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના પહેલા ત્રિમાસિકમાં નોમિનલ જીડીપી રૂ. ૮૬.૦૫ લાખ કરોડ હતો, જે ૨૦૨૪-૨૫ માં સમાન સમયમાં રૂ. ૭૯.૦૮ લાખ કરોડ હતો, જે ૮.૮ % ની વૃદ્ધિ દર્શાવે છે. કૃષિ અને તેના સંબંધિત સેક્ટરમાં વાસ્તવિક જીવીએ ગ્રોથ રેટ ૩.૭ % રહ્યો જ્યારે ગયા નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકમાં ૧.૫ % વૃદ્ધિ નોંધાઈ હતી. 

Indian rupee background india economy finance concept indian rupee icon 3d  rendering illustratio | Premium AI-generated image

સેકન્ડરી સેક્ટર વિશેષરૂપે મેન્યુફેક્ચરિંગમાં ૭.૭ % અને ઉત્પાદનમાં ૭.૬ % એ સમાન ત્રિમાસિકમાં સ્થિર મૂલ્યો પર ૭.૫ % થી વધુનો વૃદ્ધિદર નોંધાવ્યો છે. જોકે, ખાણ ક્ષેત્રમાં માઈનસ ૩.૧ % અને વીજળી, ગેસ, જળ પૂરવઠા તથા અન્ય ઉપયોગી સેવા ક્ષેત્રમાં ૦.૫ % નો વૃદ્ધિદર નોંધાયો છે. વાસ્તવિક અંગત અંતિમ ઉપભોગ (પીએફસીઈ) ખર્ચ ૨૦૨૫-૨૬ ના પહેલા ત્રિમાસિકમાં ૭.૦ % વૃદ્ધિ નોંધાવી છે જ્યારે ગયા વર્ષે સમાન સમયમાં ૮.૩ % વૃદ્ધિ નોંધાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *