ઇઝરાયલની એર સ્ટ્રાઈકમાં હુથી વડાપ્રધાનનું મોત

યમનની રાજધાની સનામાં હુથી-નિયંત્રિત સરકારના વડાપ્રધાન અહેમદ અલ-રહાવીનું ઇઝરાયલી હવાઈ હુમલામાં મોત થયું હતું. બળવાખોર સશસ્ત્ર જૂથ હુથીએ શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગુરુવારે થયેલા હુમલામાં અલ-રાહવી અન્ય ઘણા મંત્રીઓ સાથે માર્યા ગયા હતા. આ હુમલો ત્યારે થયો જ્યારે અધિકારીઓ છેલ્લા એક વર્ષમાં સરકારના પ્રદર્શનની સમીક્ષા કરવા માટે એક વર્કશોપમાં ભાગ લઈ રહ્યા હતા.

Israeli airstrikes kill Yemen's Houthi Prime Minister, reports claim -  Daily Times

ઇઝરાયલની વાયુસેનાએ યમનમાં ઓપરેશન “ડ્રોપ ઓફ લક” હાથ ધર્યું હતું. મળતી માહિતીના આધારે, હુથી લશ્કરી અને રાજકીય નેતાઓ તેમના નેતાઓ સનામાં એકઠા થયા હતા. આ દરમિયાન ઇઝરાયલી જેટ્સે ૨,૦૦૦ કિમી સુધી ઉડાન ભરીને ઓછામાં ઓછા ૧૦ સચોટ દારૂગોળાઓથી ઇમારત પર હુમલો કર્યો હતો.

Israeli airstrike kills Houthi rebel prime minister in Sanaa

સૂત્રોના અનુસાર, લગભગ ૧૫ ટોચના હુથી અધિકારીઓ માર્યા ગયા, જેમાં જૂથના ચીફ ઓફ સ્ટાફ મોહમ્મદ અલ-ઓમારીનો પણ સમાવેશ થાય છે. આઈડીએફ હાલ હુમલામાં થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યું છે. આ ઇઝરાયલના અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી અને લાંબા અંતરના હુમલાઓમાંનો એક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *