કેળા પોષક તત્વોથી ભરપૂર ફળ છે, જે આખું વર્ષ મળી રહે છે. કેળા હૃદય, હાડકાં, પાચન અને રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
કેળા એ સૌથી વધુ ખાવામાં આવતા ફળોમાંનું એક છે. કેળા આખા વર્ષ દરમિયાન બજારમાં સરળતાથી ઉપલબ્ધ ફળ છે. તે માત્ર શરીરને ત્વરિત એનર્જી આપવાની સાથે સાથે પાચનતંત્ર અને સ્વાસ્થ્યને સુધારવા માટે પણ ફાયદાકારક છે. તેમાં વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબર પુષ્કળ પ્રમાણમાં હોય છે. તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઇબર, વિટામિન બી6 અને કાર્બોહાઈડ્રેટ સારી માત્રામાં હોય છે. જો કે ઘણા લોકો મૂંઝવણમાં હોય છે કે કેળા ખાલી પેટે ખાવા જોઇએ કે પછી બ્રેકફાસ્ટ બાદ. ચાલો જાણીયે કેળા ખાવાના ફાયદા છે અને તેને ખાવાની સાચી રીત શું છે.
હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર ફળનુ સેવન સ્વાસ્થ્ય માટે લાભકારી છે. કેળા એક એવું ફળ છે જે આખું વર્ષ ઉપલબ્ધ હોય છે અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. કેળા ખાવા હૃદય, હાડકાં, પાચન અને રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ક્લિનિકલ ડાયટિશિયન ગરિમા ગોયલના જણાવ્યા અનુસાર કેળામાં નેચરલ શુગર, પોટેશિયમ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જે એનર્જીનો ઉત્તમ સ્ત્રોત છે, પરંતુ કેટલાક લોકો સવારે ખાલી પેટે કેળા ખાવાથી પરેશાન થઇ જાય છે અને ઘણા લોકો માટે ખાલી પેટ કેળાનું સેવન ફાયદાકારક હોય છે.
ખાલી પેટે કેળા ખાવાના ફાયદા અને ગેરફાયદા
કેળા ફાયદાકારક છે, પરંતુ કેટલાક લોકોને સવારે ખાલી પેટ તેનું સેવન કરવાથી ગેસ અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે. જો કે સવારે કેળા ખાવાથી ત્વરિત ઉર્જા મળે છે. કબજિયાતની સમસ્યાથી રાહત મળી શકે છે. પેટ લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે, પરંતુ કેળામાં નેચરલ શુગર વધારે હોય છે, જેને ખાલી પેટે ખાવામાં આવે તો અચાનક બ્લડ શુગર લેવલ વધી શકે છે. તેમાં મેગ્નેશિયમનું પ્રમાણ વધારે હોય છે, જેને ખાલી પેટે ખાવામાં આવે તો એસિડિટી કે બ્લોટિંગ થઈ શકે છે. આ ઉપરાંત જે લોકોને માઈગ્રેન કે ગેસ્ટ્રિકની સમસ્યા હોય તેમના માટે સવારે ખાલી પેટ કેળા ખાવાથી સમસ્યા વધી શકે છે.