વર્તમાન સમયની વાત કરીએ તો ભારતની તેલ આયાતમાં રશિયાનો હિસ્સો વોલ્યુમની દ્રષ્ટિએ એક તૃતીયાંશ કરતા વધુ છે. તાજેતરના વર્ષોમાં ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ આયાત કરીને $૧૨ બિલિયનથી વધુ બચાવ્યા છે.
ફેબ્રુઆરી ૨૦૨૨ માં જ્યારે રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારે ભારતની તેલ આયાતમાં રશિયાનો હિસ્સો ૨ % કરતા ઓછો હતો. રશિયા-યુક્રેન યુદ્ધ પછી પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે રશિયાએ તેના તેલ પર ભારે ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કર્યું, જેનો ભારતે લાભ લીધો. વર્તમાન સમયની વાત કરીએ તો ભારતની તેલ આયાતમાં રશિયાનો હિસ્સો વોલ્યુમની દ્રષ્ટિએ એક તૃતીયાંશ કરતા વધુ છે. તાજેતરના વર્ષોમાં ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ આયાત કરીને $૧૨ બિલિયનથી વધુ બચાવ્યા છે.
ભારતે કેટલી બચાત કરી?
અમારા સહયોગી ધ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા ભારતના સત્તાવાર વેપાર ડેટાના વિશ્લેષણ મુજબ ભારતે છેલ્લા ૩૯ મહિનામાં રશિયન તેલ આયાતમાંથી $૧૨.૬ બિલિયન (₹. ૧૧૧૧ અબજ) બચાવ્યા છે.
૨૦૨૨-૨૩
૨૦૨૨-૨૩ માં ભારતનું કુલ તેલ આયાત બિલ $૧૬૨.૨૧ બિલિયન હતું. જો રશિયા તરફથી કોઈ ડિસ્કાઉન્ટ ન હોત તો આ રકમ $૧૬૭.૦૮ બિલિયન હોત, એટલે કે લગભગ $૪.૮૭ બિલિયન વધુ બચત થઈ હોત. રશિયા પાસેથી તેલનો સરેરાશ ભાવ $૮૩.૨૪/બેરલ હતો. જે અન્ય દેશો કરતા $૧૩ ઓછો હતો એટલે કે લગભગ ૧૩.૬ % ડિસ્કાઉન્ટ મળ્યું.