વેનેઝુએલાના જહાજ પર અમેરિકન આર્મીનો હુમલો

અમેરિકાના વેનેઝુએલાના એક જહાજ પર લશ્કરી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં ૧૧ લોકોના મોત નિપજ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વિશે માહિતી આપી હતી.

Video shows US military blasting drug boat, killing 11 suspected Venezuelan  Tren de Aragua narco-terrorists

‘આજે સવારે મારા આદેશ પર, અમેરિકન સૈન્ય દળે સાઉથકોમ ક્ષેત્રમાં ટ્રેન ડી એરાગુઆ નાર્કો ગેંગ સામે લશ્કરી કાર્યવાહી હાથ ધરી હતી. ટીડીએ એક વિદેશી આતંકવાદી સંગઠન છે, જે નિકોલસ માદુરોના નિયંત્રણ હેઠળ કામ કરે છે અને અમેરિકા તેમજ સમગ્ર પશ્ચિમ ગોળાર્ધમાં સામૂહિક હત્યાઓ, ડ્રગ હેરફેર, માનવ તસ્કરી અને હિંસા તેમજ આતંકી કૃત્યોને અંજામ આપ્યા છે.’

Trump afirma que EE.UU. abatió a narcotraficantes en un barco de Venezuela

‘આ લશ્કરી કાર્યવાહી ત્યારે કરવામાં આવી જ્યારે આતંકવાદીઓ આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં ડ્રગ્સનો જથ્થો લઈને અમેરિકા તરફ જઈ રહ્યા હતા. આ હુમલામાં 11 આતંકવાદીઓના મોત થયા છે. આ કાર્યવાહીમાં અમેરિકન સેનાને કોઈ નુકસાન નથી થયું. આ સંદેશ એ દરેક વ્યક્તિ માટે ચેતવણી છે જે અમેરિકામાં ડ્રગ્સ લાવવાનું વિચારી પણ રહ્યો છે. સાવધાવન રહો! આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર.’

Trump says U.S. strike killed 11 Tren de Aragua members at sea - BNO News

વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોએ અમેરિકા પર તેમની સરકાર સામે લશ્કરી કાર્યવાહી કરવાનો આરોપ લગાવ્યો છે. પહેલી સપ્ટેમ્બરે તેમણે કહ્યું હતું કે, ટ્રમ્પ સરકાર લશ્કરી ધમકીઓ દ્વારા વેનેઝુએલામાં સરકાર બદલવા માંગે છે. માદુરોએ કહ્યું હતું કે અમે અમેરિકા તરફથી કોઈપણ પ્રકારના હુમલાનો સામનો કરવા તૈયાર છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *