મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની ચાલી રહેલી માંગમાં, ખાસ કરીને કુણબી સમુદાયને મરાઠા જાતિનો દરજ્જો આપવાના સંદર્ભમાં હૈદરાબાદ ગેઝેટ મુખ્ય ભૂમિકા ભજવે છે.
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં મરાઠા અનામત માટે વિરોધ પ્રદર્શન કરી રહેલા આંદોલનકારી નેતા મનોજ જરાંગેની માંગણી સ્વીકારવામાં આવી છે. સરકારે હૈદરાબાદ ગેઝેટ બહાર પાડશે. આનો અર્થ એ છે કે મરાઠા સમુદાયના લોકોને ‘કુણબી’ જાતિનો દરજ્જો મળશે. રાજ્યમાં કુણબી જાતિ પહેલાથી જ ઓબીસી માં સમાવિષ્ટ છે. સરકારના આ નિર્ણયથી મરાઠાઓને અનામત મેળવવાનો માર્ગ મોકળો થયો છે.
મુંબઈના આઝાદ મેદાન ખાતે પહોંચેલા મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓના એક પ્રતિનિધિમંડળે મનોજ જરાંગેને ખાતરી આપી હતી કે સરકાર હૈદરાબાદ ગેઝેટના અમલીકરણ માટે સરકારી આદેશ (જીઆર) જારી કરશે. મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓએ કહ્યું હતું કે એક્ઝિક્યુટિવ ઓર્ડર એક કલાકમાં જારી કરવામાં આવશે, જ્યારે બાકીના ત્રણ ગેઝેટ્સને લાગુ કરવામાં ઓછામાં ઓછો એક મહિનાનો સમય લાગશે.
મહારાષ્ટ્રના મંત્રીઓના આશ્વાસન બાદ જરાંગેએ પોતાના સમર્થકોને કહ્યું કે આપણે જીતી ગયા છીએ. તેમણે કહ્યું કે જો મહારાષ્ટ્ર સરકાર મરાઠા અનામતની માંગ સાથે એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કરશે તો હું આજે રાત્રે ૦૯:૦૦ વાગ્યા સુધીમાં મુંબઈથી નીકળી જઈશ. તેમણે મહારાષ્ટ્ર સરકારને મરાઠા સમુદાયને કુનબીનો ભાગ જાહેર કરતો સરકારી આદેશ જારી કરવા માટે બે મહિનાનું અલ્ટીમેટમ આપ્યું હતું.
મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની ચાલી રહેલી માંગમાં, ખાસ કરીને કુણબી સમુદાયને મરાઠા જાતિનો દરજ્જો આપવાના સંદર્ભમાં હૈદરાબાદ ગેઝેટ મુખ્ય ભૂમિકા ભજવે છે.