ગાંધીનગર માં આજે મહત્વની કેબિનેટ બેઠક

ગાંધીનગરમાં આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બેઠકની અધ્યક્ષતા કરશે અને મહત્વપૂર્ણ નીતિગત મુદ્દાઓ પર ચર્ચા થશે.

Gujarat: Full list of ministers and their portfolios in Bhupendra Patel  cabinet - India News | The Financial Express

ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બેઠકની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાવાની છે. આ બેઠકમાં રાજ્યના વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવાની યોજના છે, જેમાં રાજ્યની વર્તમાન સ્થિતિ અને હાલમાં ચાલી રહેલી વરસાદી આફત પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. મંત્રીઓ અને સત્તાવાર અધિકારીઓ રાજ્યની સુરક્ષા, ખેડૂતોની સ્થિતિ અને પાણીની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા અંગે વિગતવાર સમીક્ષા કરશે.

खूबसूरती हो या चाहिए प्रोटीन, सर्दियों में मूंगफली खाने के कई हैं फायदे -  Mungfali benefits in winters peanut health benefits sardiyon main mungfali  khane ke fayde tvisn

કેબિનેટ બેઠકમાં મગફળી સહિતના અન્ય મુખ્ય પાકો માટે ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા અને તેની અસરકારક અમલદારી અંગે ચર્ચા કરવામાં આવશે. આ મુદ્દો ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને વિચારવામાં આવી રહ્યો છે, જેથી પાકની યોગ્ય કિંમત અને માર્કેટિંગ સુવિધા ઉપલબ્ધ થાય. ખાસ કરીને પશ્ચિમ ગુજરાતમાં મગફળીના ઉત્પાદક ખેડૂતો માટે આ નિર્ણય મહત્વપૂર્ણ બનશે.

Gujarat Cabinet to visit Ayodhya temple today | Ahmedabad News - The Indian  Express

બેઠકમાં વિધાનસભાના ચોમાસા સત્ર સંદર્ભે મંત્રિમંડળમાં વ્યાપક ચર્ચા થશે. વિધાનસભામાં રજૂ થનારા બિલો, નીતિગત સુધારા અને વિવિધ કાયદાકીય પ્રસ્તાવો પર વિચારવિમર્શ કરવામાં આવશે. સરકારના કાર્યક્રમો અને યોજનાઓની પ્રગતિ વિશે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે.

Happy Birthday PM Modi: Did You Know Narendra Modi Shares His Birth Date  With These Former Prime Ministers | India.com

પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી માટે આયોજિત કાર્યક્રમોની તૈયારી અંગે ચર્ચા કરવામાં આવશે. કાર્યક્રમોનું આયોજન સારી રીતે થાય અને રાજ્યભરના લોકો માટે આ પ્રસંગ મહત્વપૂર્ણ બને, તે માટે ચર્ચા કરવામાં આવશે

Gujarat cabinet: Kanu Desai gets Finance, Rushikesh Patel allotted Health –  ThePrint – ANIFeed

આ ઉપરાંત કેબિનેટ બેઠકમાં આગામી નીતિગત, આયોજક અને વિકાસ સંબંધિત મુદ્દાઓ પર પણ વિચારણા કરવામાં આવશે. રાજ્યની વિકાસ યાત્રા, પ્રાદેશિક યોજના, વરસાદી અસર, ખેતી અને નાગરિક સુવિધાઓ આ તમામ મુદ્દાઓની વ્યવસ્થા, અમલ અને સંકલન પર મંત્રિમંડળ ફોકસ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *