જીએસટી સ્લેબમાં મોટા ફેરફાર

LIVE: All GST slab changes approved; PM Modi says 'reforms will ensure ease  of doing business for all' - Industry News | The Financial Express

જીએસટી કાઉન્સિલે ૩ સપ્ટેમ્બર યોજાયેલી બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, હવે ૫ % અને ૧૮ % એમ માત્ર બે જીએસટી સ્લેબ જ લાગુ થશે. એટલે કે હવે ૧૨ % અને ૨૮ % જીએસટી સ્લેબ રદ કરાયા છે અને તેમાં સામેલ વસ્તુઓ મંજૂર કરાયેલા બે ટેક્સ સ્લેબની અંદર જ ગણાશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ઘણી વસ્તુઓ સસ્તી થઇ જશે. જો કે, લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ માટે ૪૦ % ના સ્પેશિયલ સ્લેબને પણ મંજૂરી આપવામાં આવી છે. આ નવા જીએસટી દર ૨૨ સપ્ટેમ્બરથી લાગુ થશે. ચાલો હવે જાણીએ કે કઇ વસ્તુઓ સસ્તી થશે અને કઇ વસ્તુઓ મોંઘી થશે.

ये है उन चीजों की पूरी लिस्ट जो GST स्लैब में बदलाव के बाद सस्ती या महंगी  होंगी | Zee Business Hindi

દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓ થશે સસ્તી

  • હેયર ઓઇલ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, સાબુ, ટૂથબ્રશ, શેવિંગ ક્રીમ ૧૮ % થી ૫ %
  • માખણ, ઘી, ચીઝ અને અન્ય ડેરી ઉત્પાદનો ૧૨ % થી ૫ %
  • પ્રી-પેકેજ્ડ નમકીન અને ચવાણું ૧૨ % થી ૫ %
  • વાસણો ૧૨ % થી ૫ %
  • ફીડિંગ બોટલ, બાળકોના નેપકિન્સ અને ડાયપર ૧૨ % થી ૫ %
  • સીવણ મશીન અને તેના ભાગો ૧૨ % થી ૫ %
  • આરોગ્ય ક્ષેત્રે રાહત

હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ ૧૮ % થી શૂન્ય

  • થર્મોમીટર ૧૮ % થી ૫ %
  • મેડિકલ ગ્રેડ ઓક્સિજન ૧૨ % થી ૫ %
  • ગ્લુકોમીટર અને ટેસ્ટ સ્ટ્રીપ્સ ૧૨ % થી ૫ %
  • ચશ્મા ૧૨ % થી ૫ %

સ્ટેશનરી વસ્તુઓ ટેક્સ ફ્રી

  • નકશા, ચાર્ટ અને ગ્લોબ્સ ૧૨ % થી શૂન્ય
  • પેન્સિલ, શાર્પનર્સ, ક્રેયોન્સ-પેસ્ટલ્સ કલર્સ ૧૨ % થી શૂન્ય
  • પાઠ્ય પુસ્તકો અને નોટબુક્સ ૧૨ % થી શૂન્ય
  • ઇરેઝર ૫ % થી શૂન્ય
  • ખેડૂતોને રાહત

ટ્રેક્ટર ૧૨ % થી ૫ %

  • ટ્રેક્ટર ટાયર અને ભાગો ૧૮ % થી ૫ %
  • જંતુનાશકો અને સૂક્ષ્મ પોષકતત્ત્વો ૧૨ % થી ૫ %
  • જમીન ખેડવા, લણણી અને થ્રેશિંગ માટેના મશીનો ૧૨ % થી ૫ %

વાહનો થશે સસ્તા

  • પેટ્રોલ, એલપીજી અને સીએનજી કાર (૧૨૦૦ સીસી અને ૪૦૦૦ એમએમ સુધીના) ૨૮ % થી ૧૮ %
  • ડીઝલ કાર (૧૫૦૦ સીસી અને ૪૦૦૦ એમએમ સુધીના) ૨૮ % થી ૧૮ %
  • થ્રી-વ્હીલર વાહનો ૨૮ % થી ૧૮ %
  • ૩૫૦ સીસી સુધીના બાઇક ૨૮ % થી ૧૮ %
  • માલ પરિવહન માટેના વાહનો ૨૮ % થી ૧૮ %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *