જાણો ૦૫/૦૯/૨૦૨૫ શુક્રવાર નું પંચાંગ અને રાશિ ભવિષ્ય

આજનુ પંચાંગ 

Weekly almanac, this week the leap month will begin and the Sun will change the zodiac; 3 auspicious moments for shopping and starting a new job | હિંદુ કેલેન્ડર: સાપ્તિહિક પંચાંગ, આ

તિથી  ત્રયોદશી (તેરસ)  +03:15 AM
નક્ષત્ર  શ્રાવણ  11:39 PM
કરણ :
           કૌલવ  03:47 PM
           તૈતુલ  03:47 PM
પક્ષ  શુક્લ  
યોગ  શોભન  01:52 PM
દિવસ  શુક્રવાર  
સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ    
સૂર્યોદય  06:00 AM  
ચંદ્રોદય  05:15 PM  
ચંદ્ર રાશિ  મકર  
સૂર્યાસ્ત  06:38 PM  
ચંદ્રાસ્ત  +04:12 AM  
ઋતું  શરદ  
હિન્દૂ માસ અને વર્ષ    
શકે સંવત  1947  વિશ્વાવસુ
કલિ સંવત  5127  
દિન અવધિ  12:37 PM  
વિક્રમ સંવત  2082  
અમાન્ત મહિનો  ભાદ્રપદ (ભાદરવો)  
પૌર્ણિમાન્ત મહિનો  ભાદ્રપદ (ભાદરવો)  
શુભ/ અશુભ સમય    
શુભ સમય    
અભિજિત  11:54:29 – 12:45:00
અશુભ સમય    
દુષ્ટ મુહૂર્ત  08:32 AM – 09:22 AM
કંટક/ મૃત્યુ  01:35 PM – 02:26 PM
યમઘંટ  04:57 PM – 05:48 PM
રાહુ કાળ  10:45 AM – 12:19 PM
કુલિકા  08:32 AM – 09:22 AM
કાલવેલા  03:16 PM – 04:07 PM
યમગંડ  03:29 PM – 05:03 PM
ગુલિક કાળ  07:35 AM – 09:10 AM
દિશાશૂળ    
દિશાશૂળ  પશ્ચિમ   
ચંદ્રબળ અને તારાબળ    
તારા બળ  
અશ્વિની, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષા, આર્દ્રા, પુષ્ય, માઘ, ઉત્તર ફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, અનુરાધા, મૂળ, ઉત્તરાષાઢા, શ્રાવણ, ધનિષ્ઠા, શતભિષ, ઉત્તરભાદ્રપદ  
ચંદ્ર બળ  
મેશ, કર્ક, સિંહ, વૃશ્ચિક, મકર, મીન  

આજ નું રાશિફળ

Animated Round Frame with Zodiac Sign. Black and White Horoscope Symbol. | Black and white gif, Zodiac, Zodiac signs

૧૨-૧૨ રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ

Read Daily, Weekly, Monthly Horoscope | Rashifal Adda

મેષ રાશિના નોકરી શોધી રહેલાં લોકોને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળશે, પણ એની સાથે સાથે થોડી પરેશાનીનો સામનો પણ કરવો પડશે. વિદ્યાર્થીઓનું ધ્યાન આજે અભ્યાસમાંથી
ભટકી શકે છે, જેને કારણે ભવિષ્યમાં તેમને મુશ્કેલી પડી શકે છે. આર્થિક સ્થિતિને લઈને કોઈ ચિંતા સતાવી રહી હશે તો તેમાંથી પણ રાહત મળી રહી છે. આજે તમે ઘરના મેઈન્ટેનન્સ પર ધ્યાન આપશો. આજે તમે દાન-પુણ્યના કામમાં મદદ લઈ શકો છો અને એનાથી તમને માનસિક શાંતિનો અહેસાસ થશે. દિલની વાત આજે કોઈ સાથે શેર કરતાં પહેલાં વિચારી લો.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ લાંબા સમયથી ચાલી આવેલી મુશ્કેલીઓ અને સમસ્યાઓમાંથી છુટકારો અપાવનારો રહેશે. આજે કોઈ મોટું રોકાણ કરતાં પહેલાં ખૂબ જ સમજી વિચારીને એમાં આગલ વધો. પરિવારના સભ્યની સંપૂર્ણ મદદ મળી રહી છે. આજે બિઝનેસ અને નોકરી કરી રહેલાં લોકોની પ્રગતિ થઈ રહી છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય સારો રહેશે. નોકરી કરી રહેલાં લોકોને આજે અનેક તક મળી રહી છે.

મિથુન રાશિના જાતકોને આજે સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે પરિવારનો કોઈ સદસ્ય તમારી પાસેથી કોઈ વસ્તુની માગણી કરી શકે છે. પરિવારના લોકો સાથે આજે અમુક સમય શાંતિથી પસાર કરશો. મોસાળ તરફથી આજે તમને ધનલાભ થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા સતાવી રહી છે. આજે વડીલો સાથે વાત કરતી વખતે ખૂબ જ સાવધાની રાખો. આજે તમને લાભના એક નહીં અનેક મોકા મળશે.

કર્ક રાશિના જાતકોનું મન આજે કોઈ વાતને કારણે પરેશાન રહેશે. કામના સ્થળે આજે તમે ખૂબ જ મહેનત અને લગનથી કામ કરશો, ત્યારે જઈને સફળતા મળશે. જીવનસાથી સાથે વાતચીત કરીને તમે જૂની યાદોને તાજી કરશો. સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન રાખશો. આજે વેપાર કરી રહેલાં લોકોના વિરોધીઓની નજર તમારા બિઝનેસ પર છે. ઘરની સાફ-સફાઈની સાથે સાથે ઈન્ટિરિયર બદલાવવાનો વિચાર કરશો.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ નવો બિઝનેસ શરૂ કરવા માટે અનુકૂળ રહેવાનો છે. ફિટ એન્ડ ફાઈન રહેવા માટે તમારે એક્સરસાઈઝ અને મેડિટેશનનો સહારો લેવો પડશે. નોકરી બદલાવવાનું વિચારી રહેલાં લોકો માટે આ સમય એકદમ અનુકૂળ છે. આજે તમે તમારા પાર્ટનર સાથે રોમેન્ટિક સમય પસાર કરશો. પરિવાર સાથે કોઈ કાર્યક્રમમાં ભાગ લેવાનો મોકો મળશે. આજે તમને યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે.

કન્યા રાશિના ઓનલાઈન બિઝનેસ કરી રહેલાં લોકો માટે આજનો દિવસ બિઝનેસથી લાભ કમાવવાનો રહેશે. આજે તમને પેટ સંબંધિત સમસ્યા સતાવી શકે છે. નોકરી કરી રહેલાં લોકો આજે પોતાના ઘરથી દૂર રહેવાને કારણે ઉદાસ રહેશે. આજે તમારા અંગત સંબંધોમાં મર્યાદા લાવવી પડશે. કોઈ સાથે આજે પોતાની મુશ્કેલીઓ શેર કરતાં પહેલાં ખૂબ જ સમજી વિચારીને આગળ વધો. સંતાનને કારણે આજે તમને નીચાજોણું થઈ શકે છે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ નવું કામ શરૂ કરવા માટે અનુકૂળ રહેવાનો છે. કોઈ જગ્યાએ પૈસા અટવાઈ પડ્યા હશે તો તે પાછા મળી શકે છે. જોકે, નવું કામ શરૂ કરતાં પહેલાં વડીલોની સલાહ લેવી સારી રહેશે. બિઝનેસથી આજે તમને પારાવાર લાભ થઈ રહ્યો છે. સ્વાસ્થ્યને લઈને આજે સાવધાની રાખવી પડશે. પૈસાને કારણે આજે તમારા કેટલાક સંબંધો બગડી શકે છે. આજે તમે તમારા સૌમ્ય વ્યવહારથી ખૂબ જ નામ કમાવશો.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ અપરંપાર લાભ થઈ રહ્યો છે. આજે આ રાશિના જાતકો પોતાના સ્વાસ્થ્યને લઈને થોડા ચિંતિત રહેશો. નોકરી કરી રહેલાં લોકો આજે ઊર્જાથી ભરપૂર રહેશે. પાર્ટનર સાથેનો તમારો સંબંધ આજે વધારે મજબૂત બની રહ્યો છે. જીવનસાથી અને સંતાનો સાથે આનંદમાં સમય પસાર કરશો. આજે તમે ખાનગી સંબંધોનો ઉપયોગ તમે કામની જગ્યાએ કરશો.

ધન રાશિના બિઝનેસ કરી રહેલાં લોકોને આજે હરિફાઈનો સામનો કરવો પડશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પણ એલર્જીને કારણે થોડા પરેશાન રહેશો. તમે તમારા લક્ષ્યને હાંસિલ કરવા માટે દિવસ-રાત એક કરશો. પ્રેમ સંબંધમાં આજે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કામની વ્યસ્તતાને કારણે આજે તમે પરિવારને સમય નહીં આપી શકો. આજે આવક અને જાવક બંને વચ્ચે સંતુલન જાળવીને ચાલશો તો તમારા માટે સારું રહેશે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતોને લઈને ખૂબ જ સારો રહેશે. ઘર-પરિવારમાં આજે કોઈ વાદ-વિવાદની સ્થિતિ પેદા થઈ શકે છે, પરંતુ આ સ્થિતિમાં તમે બંને પક્ષોને સાંભળીને પોતાની વાત મૂકશો તો તમારા માટે સારું રહેશે. બિઝનેસમાં આજે તમારું મન નહીં લાગે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સામાન્ય રહેશે. કામના સ્થળે સહકર્મીઓ અને ઉપરી અધિકારીનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેવાનો છે. બિઝનેસની કોઈ મહત્ત્વની ડીલ આજે ફાઈનલ થઈ શકે છે. આજે કોઈ પણ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લો અને એમાં દિલ અને દિમાગ બંનેથી વિચાર કરો. બિઝનેસ કે પૈસાની બાબતમાં આજે કોઈ પર પણ ભરોસો કરવાનું ટાળો. આજે વિના કારણ કોઈ પર પણ ગુસ્સો કરવાનું ટાળો. નવા પરિણીત લોકોના જીવનમાં આજે કોઈ ત્રીજાની એન્ટ્રી થઈ શકે છે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ વિવિધ ક્ષેત્રમાં રોકાણ કરવાનો રહેશે. આજે આ રાશિના જાતકો એકદમ ફિટ એન્ડ ફાઈન રહેશે. નોકરીની વિવિધ ઓફર મળી શકે છે. ખાનગી સંબંઝોને કારણે આજે તમે આકર્ષણનું કેન્દ્ર બની શકશો. તમારી સુંદરતાને કારણે મિત્રો અને પરિવારના લોકો તમારી ઓળઘોળ રહેશે. આજે કાયદાકીય બાબતનો ચુકાદો તમારી તરફેણમાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *