ગુજરાતના ૧૫૬ તાલુકામાં મેઘમહેર

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી ૭ સપ્ટેમ્બર સુધી રાજ્યના ૨૫થી વધુ જિલ્લામાં યલો-ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યુ છે. તેવામાં ૪ સપ્ટેમ્બર રાજ્યના ૧૫૬ તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં ૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જુઓ ક્યાં-કેટલો વરસાદ થયો.

ગુજરાતના 156 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 6 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 1 - image

ગુજરાત રાજ્યમાં આજે ગુરુવારે સવારના ૦૬:૦૦ વાગ્યા થી રાત્રે ૦૮:૦૦ વાગ્યા સુધીમાં ૧૫૬ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં તાપીના સોનગઢમાં ૪.૩૩ ઇંચ, ભરૂચના અંકલેશ્વરમાં ૪.૨૧ ઇંચ, ભરૂચમાં ૩.૮૨ ઇંચ, નેત્રંગમાં ૩.૭ ઇંચ, અમદાવાદના ધોલેરામાં ૩.૫૪ ઇંચ, દાહોદના સિંગવડમાં ૩.૫ ઇંચ, આણંદના ખંભાતમાં ૨.૯૯ ઇંચ, દાહોદના સંજેલીમાં ૨.૯૫ ઇંચ, ભરૂચના ઝઘડિયામાં ૨.૯૧ ઇંચ વરસાદ ખાબક્યો છે. 

Weather Gif

તાપીના વ્યારા, કુકરમુંડા, સુરતના માંડવી, માંગરોળ, કામરેજ, ઓલપાડ, ભાવનગરના ઘોઘા, પંચમહાલના જાંબુઘોડા, નર્મદા સહિતના ૨૬ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય ૧૩૦ તાલુકામાં ૧ ઇંચની અંદરમાં વરસાદ વરસ્યો છે. 

Pre-monsoon showers to continue in Gujarat districts including Ahmedabad  till June 10 | Pre monsoon showers to continue in Gujarat districts  including Ahmedabad till June 10 - Gujarat Samachar

ગુજરાતના 156 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 6 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 2 - image

ગુજરાતના 156 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 6 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 3 - imageગુજરાતના 156 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 6 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 4 - image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *