એચલી ઔષધીય ગુણોથી ભરપૂર એક મસાલો છે જેનું વિવિધ રીતે સેવન કરી શકાય છે. એલચી ભોજનનો સ્વાદ અને સોડમ વધારવાની સાથે શરીરને ઘણી રીતે ફાયદો પહોંચાડે છે. ચાલો જાણીયે એલચી ખાવાના ૫ ફાયદા.
એલચી નાની પરંતુ શક્તિશાળી છે, જેને ઘણીવાર મસાલાની રાણી તરીકે ઓળખવામાં આવે છે. તે માત્ર તેના સ્વાદ અને સુગંધ માટે જ ખાસ નથી, પરંતુ તેમાં ઔષધીય ગુણો પણ છે. આયુર્વેદમાં, એલચીનો ઉપયોગ પાચનમાં સુધારો કરવા, હૃદયની તંદુરસ્તી સુધારવા, શ્વાસને તાજું કરવા અને પેટનું ફૂલવું નિયંત્રિત કરવા માટે થાય છે. ઘણા સંશોધનોમાં સાબિત થયું છે કે નાની લીલી એલચી સ્વાસ્થ્ય માટે અદ્ભુત છે. તમે તેને ચા, ખીચડી, સ્મૂધી, બેકડ ડિશ અને કરી જેવી વાનગીઓ સાથે તમારા રોજિંદા આહારમાં સરળતાથી શામેલ કરી શકો છો.
કન્સલ્ટન્ટ ડાયેટિશિયન અને સર્ટિફાઇડ ડાયાબિટીસ એજ્યુકેટર કનિકા મલ્હોત્રાએ જણાવ્યું હતું કે એલચીનું પાણી બનાવીને પણ તેનું સેવન કરી શકાય છે. તે એક મસાલા છે જે પાચક ઉત્સેચકોના સ્ત્રાવને ઝડપી બનાવે છે અને પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. ચાલો જાણીએ કે એલચીનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પર કેવી અસર પડે છે.
પાચન સુધારે છે
એલચીનું સેવન કરવાથી પેટમાં ગેસ, અપચો, એસિડિટી અને પેટનું ફૂલવું જેવી સમસ્યાઓ દૂર થાય છે. તે પાચક ઉત્સેચકોના સ્ત્રાવમાં વધારો કરીને આંતરડાને આરામ આપે છે. એલચી ચાવવાથી પાચન સ્વસ્થ રહે છે. તમે તમારી ચા, ખીચડી અથવા સ્મૂધીમાં એલચી પાવડર ઉમેરીને એલચીનું સેવન કરી શકો છો.