જાણો ૧૧/૦૯/૨૦૨૫ ગુરૂવાર નું પંચાંગ અને રાશિ ભવિષ્ય

આજનુ પંચાંગ 

Weekly almanac, this week the leap month will begin and the Sun will change the zodiac; 3 auspicious moments for shopping and starting a new job | હિંદુ કેલેન્ડર: સાપ્તિહિક પંચાંગ, આ

પાંચમનું શ્રાદ્ધ

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ

રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૬ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૬ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૨૬ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૫ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૨૬ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૪ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૧૪ મિ. (સુ) ૭ (ક.) ૧૪ મિ. (મું) ૭ ક. ૧૪ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની મેષ (અ.લ.ઇ.) રાશિ આવશે.

નક્ષત્ર : અશ્વિની ૧૩ ક. ૫૮ મિ. સુધી પછી ભરણી

ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ, મંગળ-કન્યા, બુધ-સિંહ, ગુરૂ-મિથુન, શુક્ર-કર્ક, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મેષ

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧

દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ ૨૦ વ્રજ માસ : અશ્વિન

માસ-તિથિ-વાર : ભાદરવા વદ ચોથ

– પાંચમનું શ્રાધ્ધ

– ભરણી શ્રાધ્ધ

– માધવદેવ તિથિ (આસામ)

મુસલમાની હિજરરીસન : ૧૪૪૭ રબીઉલઅવ્વલ માસનો ૧૮મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ ફરવરદીન માસનો ૨૮મો રોજ જમીઆદ

આજ નું રાશિફળ

Animated Round Frame with Zodiac Sign. Black and White Horoscope Symbol. | Black and white gif, Zodiac, Zodiac signs

મિથુન, સિંહ સહિતની આ ૫ રાશિઓને આજે થશે લાભ

Read Daily, Weekly, Monthly Horoscope | Rashifal Adda

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઊર્જાવાન અને દાન-પુણ્યથી ભરપૂર રહેશે. તમારા ઘરે કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે અને નવા મહેમાનનું આગમન થશે. જોકે, કોઈ જૂની ભૂલમાંથી પાઠ શીખવામાં મળશે. બીજાની બાબતોમાં દખલ ન કરવી હિતાવહ રહેશે. ઉતાવળમાં કોઈ ભાવનાત્મક નિર્ણય લેવાનું આજે ટાળવું પડશે.

વૃષભ રાશિના જાતકોએ આજના દિવસે આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું પડશે. અચાનક વાહન બગડવાથી ખર્ચ વધી શકે છે. સાસરિયા પક્ષના કોઈ વ્યક્તિ સાથે સહયોગ કરવાથી લાભ થશે, પરંતુ મિત્ર સાથે વિવાદ થવાની શક્યતા છે. તેથી મિત્ર સાથે થોડું સંભાળીને કામ લેવું પડશે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો છે. આજે તમારી નિર્ણય શક્તિ સારી રહેશે. બાકી રહેલા અટકેલા કામ પૂરા કરવાનો પ્રયાસ કરવો પડશે. જોકે, વ્યવસાયમાં કોઈ ફેરફાર કરવાનું ટાળવું પડશે. વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણનો માર્ગ ખુલશે. લવ લાઈફમાં પાર્ટનર સાથે ભવિષ્ય વિશે વાત કરી શકશો.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર રહેશે. કોઈ પણ કામમાં જોખમ લેવાનું ટાળવું પડશે. ઘરના વડીલોનો સહયોગ મળશે. જો તમારી કોઈ મનપસંદ વસ્તુ ખોવાઈ ગઈ હશે તો તે આજે મળી શકે છે. જીવનસાથી તરફથી કોઈ ભેટ મળશે. જોકે, ખર્ચનું ધ્યાન રાખવું પડશે.

સિંહ રાશિના જાતકોના માન-સન્માનમાં આજે વધારો થશે. ભાગ્યનો સાથ મળશે અને સામાજિક કાર્યોમાં ભાગ લેશો. રોજગારની ચિંતા કરતા લોકોને સારા સમાચાર મળશે. વ્યવસાયમાં નવા સાધનોનો સમાવેશ કરવાનો યોગ સર્જાશે. કોઈ નવા કામ માટે લોન અરજી કરી શકો છો.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતો માટે સારો રહેશે. ઇચ્છિત લાભ મળવાથી આનંદમાં વધારો થશે. જો કોઈ લોન લીધી હશે, તો તેને ચૂકવવાનો પ્રયાસ કરશો. દાંપત્યજીવનની સમસ્યાઓ દૂર કરવા માટે સાસરિયા સાથે વાત કરવી પડશે. ખોરાક પ્રત્યે બેદરકાર ન રહેવું, નહીંતર જૂની સમસ્યા ફરી ઊભી થઈ શકે છે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે. બિનજરૂરી દોડધામથી થાકનો અનુભવ થશે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. સંપત્તિમાં વધારો થવાથી ખુશી થશે. કેટલીક કૌટુંબિક બાબતોમાં સમજદારી બતાવવી પડશે.

વૃશ્ચિક રાશિના જાતકોએ આજે કોઈ જોખમી કામ કરવાનું ટાળવું જોઈએ. શેરબજારમાં રોકાણથી સારો લાભ થઈ શકે છે. જૂની ભૂલમાંથી પાઠ શીખવાનો મોકો મળશે. તમારી વાણી પર નિયંત્રણ રાખો. લવ લાઈફમાં આવતી મુશ્કેલીઓ મનને અશાંત કરશે.

ધન રાશિના જાતકોએ આજના દિવસે સમજદારીપૂર્વક કામ કરવું પડશે. વિચાર્યા વગર વ્યવસાયમાં રોકાણ ન કરવું. પિતા પાસેથી કામ અંગે સલાહ મળશે. પરિવારના સભ્યના સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવને કારણે દોડધામ રહેશે. વાહનનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવી પડશે.

મકર રાશિના આજનો દિવસ મિશ્રિત રહેશે. વ્યવસાયમાં ઉતાર-ચઢાવ જોવા મળશે. કામનો બોજ વધુ રહેશે. ખોવાયેલા પૈસા પાછા મળવાથી ખુશી થશે. પરિવારના સભ્યોનો સહયોગ મળશે અને કોઈ સંબંધીના ઘરે મુલાકાત માટે જઈ શકો છો.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ તણાવપૂર્ણ દિવસ રહી શકે છે. કોઈ કામને લઈને મૂંઝવણ હશે તો તેને દૂર કરવાનો પ્રયાસ કરો. આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું પડશે. પડોશીઓ સાથેના વિવાદોથી દૂર રહેવું પડશે. મિલકતનો વ્યવહાર કરતા પહેલા સંપૂર્ણ તપાસ કરવી, નહીં તો પૈસા ફસાઈ શકે છે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. ધાર્મિક યાત્રા પર જવાની તૈયારી કરવાનો યોગ સર્જાશે. બાળકો અને જીવનસાથી સાથે સમય વિતાવવાથી સંબંધો સુધરશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળવાનો યોગ ઊભો થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *