પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી ડૉ. નવીનચંદ્ર વચ્ચેની વાતચીત બાદ, બંને દેશો વચ્ચે અનેક સમજૂતી કરારો પર હસ્તાક્ષર થયા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે વારાણસીમાં મોરેશિયસના પ્રધાનમંત્રી ડૉ. નવીનચંદ્ર રામગુલામ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી ડૉ. નવીનચંદ્ર વચ્ચેની વાતચીત બાદ, બંને દેશો વચ્ચે અનેક સમજૂતી કરારો પર હસ્તાક્ષર થયા. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “મને એ કહેતા ગર્વ થાય છે કે ભારત અને મોરેશિયસ ફક્ત ભાગીદારો નથી, પરંતુ એક પરિવાર છે.” પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મોરેશિયસ ભારતની નેબરહુડ ફર્સ્ટ નીતિ અને વિઝન ઓશનનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે.
માર્ચમાં મને મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં હાજરી આપવાનું સૌભાગ્ય મળ્યું. તે સમયે, અમે અમારા સંબંધોને “ઉન્નત વ્યૂહાત્મક ભાગીદારી” નો દરજ્જો આપ્યો. આજે અમે દ્વિપક્ષીય સહયોગના તમામ પાસાઓની વિગતવાર સમીક્ષા કરી છે. અમે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારો શેર કર્યા.
ચાગોસ કરારના સમાપન પર હું પ્રધાનમંત્રી રામગુલામ અને મોરેશિયસના લોકોને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.” પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું, “ભારતની બહાર પ્રથમ જન ઔષધિ કેન્દ્ર મોરેશિયસમાં સ્થાપિત થયું છે. આજે અમે નિર્ણય લીધો છે કે ભારત મોરેશિયસમાં આયુષ સેન્ટર ઓફ એક્સેલન્સ, 500 બેડવાળી સર સીવુસાગુર રામગુલામ નેશનલ (SSRN) હોસ્પિટલ, પશુચિકિત્સા શાળા અને પશુચિકિત્સા હોસ્પિટલના નિર્માણમાં સહયોગ કરશે.