એલોવેરા અથવા કુંવારપાઠુંમાં વિટામિન એ, વિટામિન સી અને વિટામિન બી-૧૨ જેવા ઘણા પ્રકારના વિટામિન અને ખનિજો હોય છે જે આપણી ત્વચા અને વાળને ચમકદાર અને સુંદર બનાવવામાં ફાયદાકારક છે.
એલોવેરા એક હર્બલ છોડ છે. તેનો મોટેભાગે સ્કિનકેર માટે લોકો ઉઓયોગ કરે છે. પરંતુ આયુર્વેદ અનુસાર, એલોવેરા ખાવાના ઘણા ફાયદા છે. એલોવેરા ખાવા અને પીવા બંને માટે ઉપયોગી છે. એલોવેરાનો રસ આપણા પાચનતંત્ર, વાળ અને ત્વચાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. વાસ્તવમાં, એલોવેરામાં કેટલાક ઉત્સેચકો જોવા મળે છે જે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
એલોવેરા અથવા કુંવારપાઠુંમાં વિટામિન એ, વિટામિન સી અને વિટામિન બી-૧૨ જેવા ઘણા પ્રકારના વિટામિન અને ખનિજો હોય છે જે આપણી ત્વચા અને વાળને ચમકદાર અને સુંદર બનાવવામાં ફાયદાકારક છે. આ સાથે, તેમાં એન્ટીઑકિસડન્ટ, એન્ટિબેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણધર્મો જોવા મળે છે જે આપણા શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે. અહીં જાણો એલોવેરા જ્યુસ પીવાના ફાયદા