કચ્છમાં થોડા દિવસ ધબધબાટી બોલાવ્યા બાદ હવે મેઘો ફરી દક્ષિણ ગુજરાત તરફ વળ્યો છે. જોકે, હવામાન વિભાગે આજના દિવસ માટે છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવી છે.
ગુજરાતમાં વરસાદ ફરી પાછો આવશે એવું લાગી રહ્યું છે. કારણ કે થોડા દિવસ સાવ બંધ થયા બાદ ફરીથી વરસાદ એક્ટીવ થયો છે. થોડા થોડા તાલુકામાં છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો. કચ્છમાં થોડા દિવસ ધબધબાટી બોલાવ્યા બાદ હવે મેઘો ફરી દક્ષિણ ગુજરાત તરફ વળ્યો છે. જોકે, હવામાન વિભાગે આજના દિવસ માટે છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવી છે.
ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી
હવામાન વિભાગ પ્રમાણે આજે શનિવારના દિવસ માટે રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ નામ માત્ર વરસાદ રહેવાની ધારણા છે.