યુદ્ધગ્રસ્ત રશિયાના પૂર્વી કિનારે ૭.૪ ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ ભૂકંપ જુલાઈમાં આવેલા ૮.૮ ની તીવ્રતાના ભૂકંપના વિસ્તારમાં જ આવ્યો છે. આ ભૂકંપના કારણે પ્રશાંત મહાસાગરમાં સુનામીની ચેતવણી આપવામાં આવી હતી.
અધિકારીઓ હાલ કોઈપણ સંભવિત સુનામીના જોખમની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જોકે, હજુ સુધી આ ભૂકંપના કારણે કોઈ નુકસાન કે જાનહાનિની ઘટના સામે આવી નથી.
રશિયાના કામચટકા વિસ્તારમાં જુલાઈમાં પણ ૮.૮ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ દરમિયાન પૂર્વ રશિયામાં ભારે આંચકાનો અનુભવ થયો હતો. ભૂકંપના કારણે જાપાન, અમેરિકા અને અનેક પ્રશાંત મહાસાગરના દેશોને સુનામી ચેતવણી આપવામાં આવી હતી.