એશિયા કપ ૨૦૨૫ માં ૧૪ સપ્ટેમ્બર એટલે રવિવારે ભારત-પાકિસ્તાનની મેચ રમાવાની છે.
આ મેચ પહેલા રાજકીય નિવેદનબાજી પણ શરૂ થઈ ગઈ છે, કારણ કે પહલગામ આતંકવાદી હુમલા બાદ પહેલીવાર બંને ટીમો આમને-સામને હશે. આ મેચનો બહિષ્કાર કરવાને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ થઈ ગઈ છે. પરંતુ બીસીસીઆઈએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે આ મેચથી પીછેહટ ન કરી શકાય.
આ વચ્ચે બીસીસીઆઈ સચિવ દેવજીત સૈકિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે, આવતીકાલે મેચ માટે બીસીસીઆઈ સચિવ તરીકે અમે પોતાની ટીમને શુભકામનાઓ પાઠવીએ છીએ. અમને ભરોસો છે કે ખેલાડી જીત માટે પૂરી તાકાતખી ઉતરીશું અને આ તે ઘટનાઓનો જડબાતોડ જવાબ હશે, જેને અમે વધુ યાદ કરવા નથી ઇચ્છતા. ભારતને ભલે એવા દેશ સાથે રમવું પડી રહ્યું છે, જેની સાથે આપણા સારા સંબંધો નથી, પરંતુ બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં રમવું ભારત સરકારની પોલિસી છે. આ કાણે અમે આ મેચોમાં રમવાનીનો ઇન્કાર ન કરી શકીએ.
ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા શેર કરાયેલા એક વીડિયોમાં પૂર્વ રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, ‘જ્યારે એસીસી અથવા આઈસીસીની ટૂર્નામેન્ટ થાય છે તો દેશો માટે રમવું ફરજ પડી જાય છે. જો તેઓ આમ ન કરે તો, તેમને ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડે છે અથવા મેચ છોડવી પડશે અને પોઇન્ટ બીજી ટીમને મળી જશે. પરંતુ ભારત-પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સીરિઝ નથી રમતું. અમે વર્ષો પહેલા એ નક્કી કરી લીધું છે કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદ બંધ નહીં કરે, ત્યાં સુધી અમે દ્વિપક્ષીય ક્રિકેટ નહીં રમીએ.’
જો કે, આ મેચને લઈને વિપક્ષ સરકારનો વિરોધ કરી રહ્યું છે. કેટલીક જગ્યાએ આ મુકાબલા પહેલા પૂતળા સળગાવવામાં આવ્યા. સોશિયલ મીડિયા પર પણ લોકોએ તેની ટિકા કરી છે અને સરકારને આ મેચનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે.
ભારત વિરુદ્ધ પાકિસ્તાન ની હેડ ટૂ હેડ (ટી૨૦)
કુલ મેચ: ૧૩, ભારત જીત્યું: ૯, પાકિસ્તાન જીત્યું: ૩, ડ્રો: ૧
ભારત વિરુદ્ધ પાકિસ્તાન હેડ ટૂ હેડ (ટી૨૦) એશિયા કપ
કુલ મેચ: ૩, પાકિસ્તાન જીત્યું: ૧, ભારત જીત્યું: ૨
ભારત વિરુદ્ધ પાકિસ્તાન હેડ ટૂ હેડ @દુબઈ
કુલ મેચ: ૩, પાકિસ્તાન જીત્યું: ૨, ભારત જીત્યું: ૧