એકીસાથે ૮ મંત્રીઓએ રાજીનામું ધરી આપતાં રાજનીતિમાં હડકંપ મચ્યો હતો. મંત્રીઓના સાગમટાં રાજીનામા પાછળનું કારણ પણ સામે આવ્યું છે.
મેઘાલયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે. આ જ કારણ છે કે મંગળવારે આઠ મંત્રીઓએ રાજ્યપાલને રાજીનામું આપ્યું. રાજીનામું આપનારાઓમાં એએલ હેક, પોલ લિંગડોહ અને એમ્પારીન લિંગડોહ સહિત આઠ મંત્રીઓના નામનો સમાવેશ થાય છે.
એનપીપીના નેતૃત્વ હેઠળના મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સ સરકારના વડા મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ રાજભવન ખાતે રાજ્યપાલ સીએચ વિજયશંકરને મળ્યા અને મંત્રીઓના રાજીનામા સુપરત કર્યા.
મેઘાલય કેબિનેટનું વિસ્તરણ થઈ રહ્યું છે તેથી જુના મંત્રીઓએ રાજીનામા આપ્યાં હતા. નવા મંત્રીઓ મંગળવારે સાંજે ૦૫:૦૦ વાગ્યે રાજભવન ખાતે શપથ લેશે.