દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૭૫ મો જન્મદિવસ છે. આ પ્રસંગે ભાજપના કાર્યકરો દેશભરમાં કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે.
આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૭૫ મો જન્મદિવસ છે. આ પ્રસંગે ભાજપના કાર્યકરો દેશભરમાં કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીને રાજ્યના નેતાઓથી લઈને કેન્દ્રીય મંત્રીઓ અને વૈશ્વિક નેતાઓ સુધી અભિનંદન મળવાનું ચાલુ છે.
દિલ્હીમાં પીએમ મોદીના જન્મદિવસ પર એક ખાસ કાર્યક્રમનું આયોજન થવાનું છે. દિલ્હીની ઇન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના વિદ્યાર્થીઓએ ૭૫ ખાસ ડ્રોન બનાવ્યા છે, જે ૧૭ સપ્ટેમ્બરે ત્યાગરાજ સ્ટેડિયમથી ઉડાન ભરશે.
વિશ્વ સમાચાર પરિવાર તરફથી આપને હેપી બર્થ ડે નરેન્દ્ર દામોદરદાસ મોદી જી