પાકિસ્તાને એશિયા કપનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. આજે એશિયા કપની ૧૦ મી મેચ હતી જેમાં પાકિસ્તાન અને યુએઈ વચ્ચે મેચ થવાની હતી પણ પાકિસ્તાને રમવાનો ઈનકાર કર્યો છે. આ સાથે જ પાકિસ્તાનની ટીમ એશિયા કપ ટૂર્નામેન્ટથી બહાર થઈ જશે. હવે યુએઈ ની ટીમને બે પોઈન્ટ મળી જતાં તે મેચ રમ્યા વિના જ સુપર-૪ માટે ક્વોલિફાય થઈ જશે.
રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થયો હતો. આ મેચમાં ભારતની જીત થઈ હતી. જોકે મેચ બાદ ભારતના ખેલાડીઓએ પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો નહોતો અને ડ્રેસિંગ રૂમનો દરવાજો બંધ કરી નાંખ્યો હતો. જે બાદથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ રોષે ભરાયું હતું. પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે ભારતીય ટીમ વિરુદ્ધ આરોપો લગાવ્યા. બાદમાં આઈસીસી માં ફરિયાદ નોંધાવી મેચ રેફરીને પદથી હટાવવા માંગ કરી હતી.
પાકિસ્તાની ક્રિકેટ બોર્ડનો દાવો છે કે ભારત સાથેની મેચમાં મેચ રેફરી પાયક્રોફ્ટે પાકિસ્તાની ટીમના કેપ્ટન સલમાન અલી આગાને કહ્યું હતું કે તેઓ ટોસ સમયે સૂર્યકુમાર યાદવ સાથે હાથ ન મિલાવે, જે નિયમોનું ઉલ્લંઘન છે.
જોકે પાકિસ્તાની ક્રિકેટ બોર્ડની માંગ સ્વીકારાઈ કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટીકરણ આવ્યું નહોતું.
