લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે ૧૮ સપ્ટેમ્બર એટલે કે ગુરૂવારે સવારે ૧૦:૦૦ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. આ પ્રેસ કોન્ફરન્સમાં તેઓ કયા મુદ્દાઓ ઉઠાવશે તે વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી પરંતુ તેમના નજીકના સૂત્રો મુજબ તેઓ હાઈડ્રોજન બોમ્બ’ ફોડી શકે છે. જો કે પીએમ મોદીના જન્મદિવસના એક દિવસ પછી જ જ્યારે આ કોન્ફરન્સ થવાની છે ત્યારે તેના વિશે રાજકીય અટકળો તેજ થઈ ગઈ છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજથી ગુજરાતમાં શરૂ થઈ રહેલી ૧૦ દિવસની વર્કશોપમાં હજાર રહેવાના છે. પરંતુ તે પહેલા તેઓ આજે ૧૮ સપ્ટેમ્બર ગુરુવારના રોજ સવારે ૧૦:૦૦ વાગે એક પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. પીએમ મોદીના ૭૫ માં જન્મદિવસની ગઇકાલે એટલે કે 17 સપ્ટેમ્બર બુધવારના રોજ દેશભરમાં ઉજવણી થઈ હતી તેના બીજા જ દિવસે આ પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધી ‘હાઈડ્રોજન બોમ્બ’ ફોડી શકે છે. રાહુલ ગાંધીની આ કોન્ફરન્સને લઈ ઘણી રાજકીય અટકળોને વેગ મળ્યો છે.
રાહુલ ગાંધીએ બિહારના પટનામાં ૧ સપ્ટેમ્બરે પોતાની ‘વોટર અધિકાર યાત્રા’ ના સમાપન પ્રસંગે કહ્યું હતું કે તેમની પાર્ટી ટૂંક સમયમાં જ વોટ ચોરી પર હાઈડ્રોજન બોમ્બ ફોડશે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશનો સામનો નહીં કરી શકે. તે પછી હવે આજે જે કોન્ફરન્સ યોજાવાની છે તેમાં આ મુદ્દો ઉઠે તેવી શક્યતા જોવા મળી રહી છે. ગઇકાલે બુધવારે દેશ આખામાં વડાપ્રધાન મોદીનો જન્મદિવસ મનાવાયો અને તે જ દિવસે એટલે કે બુધવાર સાંજે કોંગ્રેસના મીડિયા અને પ્રચાર વિભાગના પ્રમુખ પવન ખેરાએ સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ અંગે માહિતી આપી હતી.
પવન ખેરાએ X પર લખ્યું કે,

‘૧૮ સપ્ટેમ્બરે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સવારે ૧૦:૦૦ વાગ્યે ઇન્દિરા ભવન ઓડિટોરિયમમાં વિશેષ પ્રેસ બ્રીફિંગ કરશે.’

