રામ મંદિર નિર્માણ માટે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા દાનરૂપે એકત્રિત કરાયેલા 22 કરોડ રૂપિયાનાં મુલ્યનાં લગભગ 15 હજાર બેંક ચેક બાઉન્સ થયા છે. મંદિર નિર્માણ માટે કેન્દ્ર દ્વારા બનાવવામાં આવેલા ન્યાસ શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રની એક ઓડિટ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચેક ખાતામાં રકમ ઓછી થવાનાં કારણે કે પછી ટેકનિકલ ખામીઓનાં કારણે ચેક બાઉન્સ થઇ રહ્યા છે.
ન્યાયનાં સભ્ય ડો. અનિલ મિશ્રાએ કહ્યું કે ટેકનિકલ ખામીનો ઉકેલ માટે બેંક કામ કરી રહી છે, અને તે લોકો ફરીથી દાન કરવા માટે કહી રહ્યા છે, આ ચેકમાંથી લગભગ બે હજાર અયોધ્યામાંથી સંગ્રહિત કરવામાં આવ્યા હતા, VHP દ્વારા 15 જાન્યુઆરીથી 17 ફેબ્રુઆરી સુધી ફંડ એકત્રિત કરવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન દરમિયાન આ ચેક સંગ્રહિત કરવામાં આવ્યા હતા, આ અભિયાન દરમિયાન લગભગ 5000 કરોડની રકમ એકત્રિત કરવામાં આવી હતી, જો કે ન્યાસ દ્વારા હાલ એકત્રિત રકમ અંગેનો છેલ્લો આંકડો જાહેર કરવામાં આવ્યા નથી.
એક મિડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે દર મહિને રામ મંદિર નિર્માણ માટે 1 કરોડ રૂપિયાનું મળ્યું હતું, ટ્ર્સ્ટનાં મહાસચિવ ચંપતરાયે અનુમાન લગાવતા દાવો કર્યો કે ટ્રસ્ટને દાન થયેલી રકમ 3500 કરોડની આસપાસ છે.