IPL 2021 : રાજસ્થાન રોયલ્સે દિલ્હીને 3 વિકેટથી હરાવ્યું, ક્રિસ મોરિસ રહ્યો જીતનો હીરો

IPL 2021ની સાતમી મેચમાં રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સને 2 વિકેટથી હાર આપી છે. 148 રનનો પીછો કરતાં રાજસ્થાનની ટીમે  19.4 ઓવરમાં 7 વિકેટ ગુમાવી ટાર્ગેટ ચેઝ કર્યો હતો. રાજસ્થાન રોયલ્સ તરફથી ક્રિસ મોરિસે મેચ વિનિંગ ઇનિંગ્સ રમીને ટીમને  જીતાડી હતી. રાજસ્થાન રોયલ્સને અંતિમ 2 ઓવરમાં 27 રનની જરૂરી હતી. ક્રિસ મોરીસે આક્રમક ઈનિંગ રમતા  18 બોલમાં  નોટઆઉટ 36 રન બનાવ્યા હતા. આ સિવાય ડેવિડ મિલરે 62 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી આવેશ ખાને 3 વિકેટ અને રબાડા અને ક્રિસ વોક્સે 2-2 વિકેટ ઝડપી હતી.

IPL 2021ની સાતમી મેચમાં દિલ્હી કેપિટલ્સે  રાજસ્થાન રોયલ્સને જીત માટે 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 8 વિકેટે 147 રન બનાવ્યા હતા.  ઋષભ પંતે સૌથી વધુ 51 રન બનાવ્યા હતા.  રોયલ્સ માટે જયદેવ ઉનડકટે ત્રણ વિકેટ લીધી હતી.

આઈપીએલમાં આજે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો છે.  રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજૂ સેમસને ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સ્ટોક્સની જગ્યાએ મિલરને ટીમમાં સામેલ કરાયો છે. દિલ્હીની ટીમમાં પણ 2 ફેરફાર કરવામાં આવ્યા છે. શિમરોન હેટમાયર અને અમિત મિશ્રાની જગ્યાએ કગીસો રબાડા અને લલિત યાદવ રમી રહ્યા છે.

દિલ્હી પ્લેઈંગ-11: પૃથ્વી શો, શિખર ધવન, અજિંક્ય રહાણે, ઋષભ પંત , માર્કસ સ્ટોઈનિસ, ક્રિસ વોક્સ, રવિચંદ્રન અશ્વિન, કગીસો રબાડા, લલિત યાદવ, ટોમ કરન અને આવેશ ખાન

રાજસ્થાન પ્લેઈંગ-11: જોસ બટલર , મનન વોહરા, ડેવિડ મિલર, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, શિવમ દુબે, રાહુલ તેવટિયા, ક્રિસ મોરિસ, જયદેવ ઉનડકટ, ચેતન સાકરિયા અને મુસ્તફિઝુર રહેમાન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *