મુખ્યમંત્રી ની જામનગર મુલાકાત : દર્દીઓના પરીવાર અને હોસ્પિટલ સ્ટાફ ને મળ્યા

સૌરાષ્ટ્રની મોટાભાગની હોસ્પિટલમાં બેડ ખાલી નથી. તેવી સ્થિતીમાં અન્ય જીલ્લાઓમાંથી જામનગરમાં દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. આવા દર્દીઓના પરીવારજનો માટે હોસ્પિટલ આસપાસ મંડપ બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે. જ્યાં આજે બપોરના સમય દર્દીના પરીવારજનોને મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યા. તેમની સાથે જમીન પર બેસીને દર્દીના પરીવારજનો સાથે વાતચીત કરી.

જામનગરમાં સમીક્ષા બેઠક માટે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને આરોગ્યમંત્રી નીતિન પટેલે સમીક્ષા બેઠક બાદ સરકારી જીજી હોસ્પિટલની મુલાકાત લીધી. જ્યાં પહેલા દર્દીઓના પરીવારજનોને મળ્યા. કોરોના દર્દીઓના પરીવારજનોને સાથે રૂબરૂ સંવાદ કરીને હોસ્પિટલમાં આપવામાં આવતી આરોગ્ય સેવાઓની પ્રત્યક્ષ માહિતી મેળવી હતી. સાથે જરૂરી તમામ મદદ કરવાની રાજય સરકારે ખાતરી આપી. બાદમાં હોસ્પિટલના તબીબી અને નસીંગ સ્ટાફને મળ્યા હતા. હાલની પરીસ્થિતીમાં કોરોનાના દર્દીઓની સેવામાં હોસ્પિટલ સ્ટાફની કામગીરીને બિરદાવી હતી.

તમામ સુવિધાઓ પુરી પાડવા સરકાર કટીબદ્ઘ

જામનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, આરોગ્યમંત્રી નીતીન પટેલ સહિતનો કાફલો જામનગર પહોંચ્યા અને સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં સ્થાનિક ધારાસભ્ય આર.સી. ફળદુ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદસભ્ય પૂનમ માડમ, આરોગ્ય અગ્ર સચિવ જંયતિ રવિ, કલેકટર રવિશંકર તેમજ હોસ્પિટલના સીનિયર તબીબો સહીતના સભ્યો સમીક્ષા બેઠકમાં હાજર રહ્યા હતા.

મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક બાદ પત્રકાર પરીષદમાં જાહેર કર્યુ કે સૌરાષ્ટ્રની મોટી હોસ્પિટલ જામનગર અને રાજકોટમાં હોવાથી અન્ય જીલ્લામાંથી દર્દીઓ આવી રહ્યા છે. તેથી જામનગરમાં જરૂરીયાત હશે તેવી તમામ સુવિધાઓ પુરી પાડવા માટે સરકાર કટીબદ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *