રેમડેસિવીર ઈન્જેકશન મુદ્દે મહારાષ્ટ્રમાં રાજનીતિ, દમણની ફાર્મા કંપની પર મહારાષ્ટ્ર પોલીસના દરોડા

સમગ્ર મહારાષ્ટ્રમાં, રેમડેસિવીર ઈન્જેકશનની ભારે તંગી સર્જાઈ છે. મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકાર રેમડેસિવીર ઈન્જેકશન ઓછા આપતી હોવાનો આક્ષેપ કરી ચૂક્યા છે. ત્યારે વિધાનસભા વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર સરકાર પર રાજનીતિ કરતા હોવાનો આક્ષેપ કરીને રાજનીતિને વધુ ગરમાવી છે.

દમણ સ્થિત બ્રુક ફાર્મા રેમડેસિવીર ઈન્જેકશનનું ઉત્પાદન કરે છે. આ કંપનીને ચાર દિવસ પહેલા દેવેન્દ્ર ફડણવીશે કહ્યુ હતું કે તેઓને ઈન્જેકશન આપો. પરંતુ કંપનીએ કહ્યુ હતુ કે, ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનની મંજૂરી ના મળે ત્યા સુધી અમે રેમડેસિવીર ઈન્જેકશનનો જથ્થો આપી ના શકીઅ. આથી અમે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાને રજૂઆત કરી હતી કે અમને ઈન્જેકશનનો જથ્થો આપવામાં આવે.

આ બાબતે ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનની જરૂરી મંજૂરી પણ મળી હતી. પરંતુ ઈન્જેકશનનો જથ્થો અમારા સુધી પહોચે તે પહેલા મહારાષ્ટ્ર પોલીસે, કિન્નાખોરી દાખવીનેસ દમણની બ્રુક ફાર્મા કંપનીમાં દરોડા પાડીને ફાર્મા કંપનીના માલિકને પકડીને લઈ ગઈ હોવાનું મહારાષ્ટ્ર વિધાનસભા વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યુ હતું.

મહારાષ્ટ્ર વિધાનસભા વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે ટવીટ કરીને સમગ્ર વિગત ઉજાગર કરી છે કે કેવી રીતે મહારા,ટ્રની શીવસેના, એનસીપી અને કોંગ્રેસ મિશ્રિત રાજ્ય સરકાર ભાજપ પ્રત્યે કિન્નાખોરી દાખવીને રાજનીતિ કરી રહી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *