IPL 2021 : મુંબઈ ઈન્ડિયન્સે હૈદરાબાદને 13 રનથી હરાવ્યું, ચહર-બોલ્ટની ત્રણ-ત્રણ વિકેટ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021)ની 9મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે (MI) સનરાઇઝર્સ હૈદરાબાદને (SRH) 13 રનથી હરાવ્યું હતું.  મુંબઈ તરફથી રાહુલ ચહરે અને બોલ્ટે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે જસપ્રીત બુમરાહ અને કૃણાલ પંડ્યાએ એક-એક વિકેટ ઝડપી હતી.

મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી હૈદરાબાદને 151 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં હૈદરાબાદની ટીમ 19.4 ઓવરમાં 137 રન પર જ ઓલ આઉટ થઈ ગઈ હતી. હૈદરાબાદ તરફથી બેરિસ્ટોએ 43 રન અને ડેવિડ વોર્નરે 36 રન બનાવ્યા હતા.

મુંબઈ તરફથી ડિ કોકે શાનદાર ઈનિંગ રમતા 40 રન બનાવ્યા હતા.જ્યારે રોહિત શર્મા 32 અને કિરોન પોલાર્ડે 35 રન બનાવ્યા હતા.

હૈદરાબાદ તરફથી વિજય શંકરે  અને મુજીબ ઉર રહેમાને 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે ખલીલ અહમદે 1 વિકેટ ઝડપી હતી.

આઈપીએલ 2021 સીઝનની પોતાની પહેલી મેચમાં મુંબઈ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે મુંબઈની ટીમે તેની બીજી મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સને હરાવીને જબરદસ્ત વાપસી કરી હતી.

 

મુંબઈ ઈન્ડિયન્સ  પ્લેઈંગ ઈલેવન :

ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રોહિત શર્મા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, કેરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, ક્રુણાલ પંડ્યા, રાહુલ ચહર, એડમ મિલને, , જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ

સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઇંગ ઇલેવન:

ડેવિડ વોર્નર (કેપ્ટન),  મનીષ પાંડે, જોની બેરિસ્ટો, વિજય શંકર, વિરાટ સિંઘ,  અભિશેક શર્મા, અબ્દુલ સામદ, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, મુજીબ ઉર રહેમાન, ખલિલ અહમદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *