મહારાષ્ટ્રમાં પ્રતિબંધો બેઅસર, આજે નવા 68,631 કેસ નોંધાયા અને 503 લોકોના મોત થયા

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ બેકાબૂ થયો છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં મોટી સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યા છે. જેના કારણે રાજ્ય સરકારે આંશિક લોકડાઉન લાગુ કર્યુ છે. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે આ આંશિક લોકડાઉન કોરોનાને કાબૂમાં લેવામાં નિષ્ફળ જઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. રવિવારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં રવિવારે છેલ્લા 24 કલાકની અંદર 68,631 નવા કેસ નોંધાયા છે.

આ સિવાય મહારાષ્ટ્રમાં આજે 503 લોકોના મોત થયા છે. તો છેલ્લા 24 કલાકમાં 45,654 લોકો સાજા થયા છે.  આજે મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક 60,473 થયો છે. અત્યારે મહારાષ્ટ્રમાં કુલ એક્ટિવ કેસ 6,70,388 પર પહોંચ્યા છે. મુંબઇની વાત કરીએ તો મુંબઇમાં આજે કોરોનાના નવા 8479 કેસ નોંધાયા છે,જ્યારે 54 લોકોના મોત થયા છે.  જેની સાથે મુંબઇમાં કુલ મૃત્યુઆંક 12347 થયો છે.

નાગપુરમાં કોરના વાયરસના આજે 7107 નવા કેસ આવ્યા છે. તો 85 લોકોના મોત થયા છે. નાગપુરમાં કુલ એક્ટિવ કેસ 69,243 કેસ છે. તો કુલ મૃત્યુઆંક 6273 થયો છે. તો ઠાણેમાં કોરના વાયરસના નવા 5275 કેસ આવ્યા છે. જ્યારે જિલ્લામાં 36 લોકોના મોત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *