કોરોનાનું સંક્રમણ વધતા રાજ્યમાં લોકડાઉન અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યુ છે. નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે હાલ ચાર મહાનગરો સહિત રાજ્યના 20 શહેરોમાં કોરોના કર્ફ્યુ છે અને સાથે જ અનેક ગામો પણ સ્વૈચ્છિક લોકડાઉન કરી રહ્યા છે. ત્યારે હાલમાં રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની કોઈ જરૂરીયાત નથી. સાથે જ નીતિન પટેલે એમ પણ જણાવ્યું કે લોકો જાતે જ સમજીને સ્વૈચ્છિક લોકડાઉન કરી રહ્યા છે. ત્યારે સરકાર અને જનતા સાથે મળીને જ કોરોના પર કાબુ મેળવી શકાય છે.
ગઈકાલે કોરોનાએ તમામ રેકોર્ડ તોડી દીધાં છે. ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 10340 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 110 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5377 પર પહોંચી ગયો છે.