વાલ્મીકિ રામાયણ પ્રમાણે ત્રેતાયુગમાં ચૈત્ર મહિનાના સુદ પક્ષની નોમ તિથિએ બપોરે શ્રીરામનો જન્મ થયો હતો. હિંદુ કેલેન્ડર પ્રમાણે આ પર્વ 21 એપ્રિલ, બુધવારે ઊજવાશે. આ દિવસે શ્રીરામ, લક્ષ્મણ અને માતા સીતા સાથે જ ભગવાન હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. શ્રીરામ ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર છે. આ વાત રામાયણ સાથે જ લિંગ, નારદ અને બ્રહ્મપુરાણમાં પણ ઉલ્લેખવામાં આવી છે. રામનવમીના દિવસે જ ચૈત્ર નવરાત્રિની સમાપ્તિ પણ થઇ જાય છે. એટલે જ, આ દિવસે શ્રીરામ સાથે-સાથે માતા દુર્ગાની પણ પૂજા થાય છે.
ચૈત્ર નવરાત્રિનો છેલ્લો દિવસઃ-
નવ દિવસના ચૈત્ર નોરતાના ઉત્સવનો છેલ્લો દિવસ રામ નવમી છે. આ પર્વને લોકો ભગવાન રામના જન્મ તરીકે ઉજવે છે, આ દિવસે ભક્ત રામાયણનો પાઠ કરે છે. આ દિવસને લઇને માન્યતા છે કે, આજે કોઇ મુહૂર્ત જોયા વિના દરેક પ્રકારના માંગલિક કાર્ય કરી શકાય છે. આ મહાપર્વ પર શ્રીરામ દરબારની પૂજા કરવામાં આવે છે. જેમાં માતા સીતા, લક્ષ્મણ અને હનુમાનજી પણ સામેલ છે. રામનવમીએ પારિવારિક સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે આ વ્રત રાખવામાં આવે છે.

વાલ્મીકિ રામાયણમાં શ્રીરામ જન્મઃ-
ततो यज्ञे समाप्ते तु ऋतूनां षट्समत्ययु:।
ततश्च द्वादशे मासे चैत्रे नावमिके तिथौ।।1.18.8।।
नक्षत्रेऽदितिदैवत्ये स्वोच्चसंस्थेषु पञ्चसु।
ग्रहेषु कर्कटे लग्ने वाक्पताविन्दुना सह।।1.18.9।।
प्रोद्यमाने जगन्नाथं सर्वलोकनमस्कृतम्।
कौसल्याऽजनयद्रामं सर्वलक्षणसंयुतम्।।1.18.10।।
આ ત્રણેય શ્લોક વાલ્મીકિ રામાયણના બાલકાંડના 18માં અધ્યાયના છે. જેમાં ભગવાન રામના જન્મ સાથે જોડાયેલી જાણકારી આપવામાં આવે છે. ચૈત્ર મહિનાના સુદ પક્ષની નોમ તિથિએ પુનર્વસુ નક્ષત્ર અને કર્ક લગ્નમાં દેવી કૌળલ્યાએ દિવ્ય લક્ષણોથી યુક્ત શ્રીરામને જન્મ આપ્યો હતો. જે દિવસે ભગવાન રામનો જન્મ થયો, તે દિવસે ગ્રહ-સ્થિતિનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં કર્ક લગ્નમાં શ્રીરામનો જન્મ થયો અને અન્ય ગ્રહોની સ્થિતિ જોઇએ તો-

વ્રત અને પૂજા વિધિઃ-
- રામનવમીના દિવસે સવારે જલ્દી જાગીને ઘરની સાફ-સફાઈ કરી સ્નાન કરીને વ્રતનો સંકલ્પ કરવો. ઘર, પૂજાઘર અથવા મંદિરને ધજા, પાતકા અને તોરણ વગેરેથી સસજાવવું. ઘરના ફળિયામાં રંગોળી બનાવી શકો છો.
- રામનવમીની પૂજામાં પહેલાં રામ દરબાર એટલે બધા દેવતાઓ ઉપર જળ, રોલી અને લેપ ચઢાવવામાં આવે છે. ત્યાર બાદ મૂર્તિઓઓ ઉપર ચોખા ચઢાવવાં. ત્યાર બાદ બધી જ સુગંધિત પૂજન સામગ્રી ચઢાવ્યાં બાદ આરતી કરવામાં આવે છે. ત્યાર બાદ શ્રીરામ જન્મકથા સાંભળવી જોઇએ. જે સમયે વ્રત કથા સાંભળો તે સમયે હાથમાં ઘઉં કે બાજરો વગેરે અનાજના દાણા રાખવા અને કથા પૂર્ણ થયા બાદ તેમાં વધુ અનાજ મિક્સ કરીને ક્ષમતા અને શ્રદ્ધાપ્રમાણે દાન કરો.
- રામનવમીએ પૂજા માટે પૂજા સામગ્રીમાં રોલી, ચંદન, ચોખા, સ્વચ્થ જળ, ફૂલ, ઘંટ અને શંખ સાથે શ્રદ્ધા પ્રમાણે અન્ય પૂજન સામગ્રી પણ લઇ શકો છો.
- રામનવમી પૂજામાં ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ ઉપર જળ ચઢાવવું. ત્યાર બાદ ચંદન તથા રોલી અર્પણ કરો.
- ચોખા અને ફૂલ ચઢાવવા તથા અન્ય સુગંધિત પૂજા સામગ્રી પણ ચઢાવો.
- ભગવાનને ધૂપ-દીપ સમર્પિત કરો.
- ભગવાન રામની આરતી, રામચાલીસા અથવા રામ રક્ષાસ્ત્રોતનો પાઠ કરો.
- આરતી કરો અને નેવેદ્ય અર્પણ કરી પ્રસાદ ચઢાવો.
- આરતી બાદ પવિત્ર જળને આરતીમાં જોડાયેલાં બધા જ લોકો ઉપર છાંટો