ગરમીથી બચવા માટે મોટા ભાગના લોકો પોતાના ઘર અને ઓફિસમાં AC (એર કન્ડિશનર) ઈન્સ્ટોલ કરવા માગતા હોય છે. જોકે તેને લીધે તમારાં વિજળી બિલ પર અસર થાય છે. 5 સ્ટાર રેટિંગવાળા AC પણ બિલ અમાઉન્ટ ઓછી નથી કરી શકતા. તેવામાં બિલનું ટેન્શન ઓછું કરવા માટે સોલર AC સારો ઓપ્શન બની શકે છે. આ AC સોલર પ્લેટની મદદથી ચાલે છે.
સોલર ACને 1 ટન, 1.5 ટન અને 2 ટનના ઓપ્શનમાં ખરીદી શકાય છે. અર્થાત રૂમની સાઈઝ અને જરૂરિયાત ધ્યાનમાં રાખીને ACનો ઉપયોગ કરી શકાય છે. તેની કિંમત ઈલેક્ટ્રિક ACની સરખામણીએ વધારે હોય છે, પરંતુ તે વિજળીના બિલનો ખર્ચો બચાવે છે. તે 90% સુધી વિજળીના બિલની બચત કરે છે.
સોલર ACની કિંમત
ભારતીય માર્કેટમાં સોલર AC ઘણી કંપનીઓ બનાવે છે. આ તમામ કંપનીઓના ACની કિંમત લગભગ સરખી હોય છે. કંપની AC સાથે સોલર પ્લેટ, ઈન્વર્ટર, બેટરી અને ઈન્સ્ટોલેશન સંબંધિત અન્ય સામગ્રી પણ આપે છે.
મોડેલ (ટન) | સોલર પેનલ | કિંમત (રૂપિયામાં) |
1 | 1500 વૉટ | 97000 रुपए |
1.5 | 1500 વૉટ | 139000 रुपए |
2 | 3500 વૉટ | 179000 रुपए |
આટલી સેવિંગ થશે
- ભારતીય માર્કેટમાં ઈલેક્ટ્રિક ACની મોટી રેન્જ છે. તેમાં 2 સ્ટારથી લઈને 5 સ્ટાર AC સામેલ છે. 2 સ્ટારના ACમાં વધારે બિલ આવે છે અને 5 સ્ટાર ACમાં ઓછું બિલ આવે છે.
- જો AC 2 સ્ટાર છે તો તે 1 એક રાતમાં 8થી 10 યુનિટ વાપરે છે. અર્થાત દર મહિને 250થી 300 યુનિટ વપરાશે. જો 5 સ્ટાર હશે તો મહિનામાં 200 યુનિટ વપરાઈ જશે.
- તમારા શહેરમાં જો 1 યુનિટ વિજળીની કિંમત આશરે 7 રૂપિયા છે. ACથી 300 યુનિટ વપરાય છે તો બિલમાં મિનિમમ 2100 રૂપિયા જોડાશે. બચત એ વાત પર આધાર રાખશે કે તમે ઈલેક્ટ્રેકિ ACનો ઉપયોગ કેવી રીતે કરો છો.
સોલર AC આ રીતે કામ કરે છે
સોલર AC પણ ટન કેપિસિટી પ્રમાણે ઈન્સ્ટોલ થાય છે. જેમ કે 1 ટન સોલર AC સાથે 1500 વોટની સોલર પ્લેટ લાગે છે. પ્લેટને ઈન્વર્ટર અને બેટરી સાથે કનેક્ટ કરવામાં આવે છે. સૂર્ય પ્રકાશથી તૈયાર થતી ઊર્જાથી બેટરી ચાર્જ થાય છે. આ બેટરીની મદદથી જ AC ચાલે છે. જ્યારે સૂર્ય પ્રકાશની હાજરી ન હોય તો તેને ઈલેક્ટ્રિસિટીથી પણ ચલાવી શકાય છે.