કોવિડ-19ની તપાસ : RT-PCR ટેસ્ટ શું છે, તે શા માટે કરવામાં આવે છે.?

દેશમાં કોરોના સંક્રમણ ચરમસીમા પર છે. અનેક રાજ્યોમાં સ્થિતિ નાજુક બની ગઈ છે. આ સંજોગોમાં RT-PCR ટેસ્ટ મારફતે તપાસ કરવા અંગે ચર્ચા ચાલી રહી છે.દેશના મોટાભાગના રાજ્યોમાં RT-PCR ટેસ્ટ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત તાજેતરમાં ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોએ આ ટેસ્ટના ચાર્જીસમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. RT-PCR ટેસ્ટ શું છે, રિપોર્ટમાં CT વેલ્યુનું શું મહત્વ રહેલું છે તેમ જ વિવિધ રાજ્યોમાં કેટલી કિંમત વસૂલ કરવામાં આવે છે તે અંગે અમે અહીં માહિતી આપવા જઈ રહ્યા છીએ.

RT-PCR ટેસ્ટ શું છે

  • RT-PCR (રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમર્સ ચેઇન રિએક્શન) ટેસ્ટ. આ ઉપરાંત રેપિડ એન્ટીજન અને એન્ટીબોડી ટેસ્ટ પણ થાય છે.રેપિડ એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ આવે તો વ્યક્તિ કોરોના પોઝિટિવ હોય છે. પણ જો ટેસ્ટ નેગેટીવ આવે અને તેમ છતાં કોરોનાના લક્ષણો દેખાય છે તો RT-PCR ટેસ્ટ કરાવવો જરૂરી બની જાય છે.
  • આ ટેસ્ટ મારફતે વ્યક્તિમાં વાઈરસ અંગે જાણકારી મળે છે. જેમાં વાઈરસના રિબોન્યુક્લિક એસિડ (RNA)ની તપાસ કરવામાં આવે છે. ડિઓક્સિરાઈબોન્યૂક્લિક એસિડ (DNA)થી RNA બનાવવાને ટ્રાન્સક્રીપ્શન કહેવાયમાં આવે છે.
  • અલબત જ્યારે RNA થી DNA બનાવવાની ક્રિયાને રિવર્સ ટ્રાન્સક્રીપ્શન કહેવામાં આવે છે. કોવિડ-19 વાઈરસ DNA હોતો જ નથી. એટલે કે કોઈ પણ તપાસ DNA મારફતે શક્ય હોય છે, પણ જ્યારે કોવિડ-19 વાઈરસમાં DNA ના આધારે તપાસ શક્ય બનતી નથી ત્યારે આ સંજોગોમાં RNA થાય છે. એટલે કે કોરોના વાઈરસના RNAને DNAમાં બદલવામાં આવે છે.
  • એટલે કે રિવર્સ ટ્રાન્સસ્ક્રીપ્શન-પોલિમર્સ ચેઇન રિએક્શન તપાસ કરવામાં આવે છે. આ માટે વ્યક્તિના શરીરના કોઈ ભાગમાંથી સેમ્પલ લેવામાં આવે છે. સામાન્ય રીતે નાક અને ગળામાંથી મ્યૂકોઝા અંદરથી સ્વૈબ લેવામાં આવે છે અને લેબોરેટરીમાં તપાસ કરવામાં આવે છે. RT-PCR ટેસ્ટનો રિપોર્ટ આવવામાં સામાન્ય રીતે આશરે 8 કલાકનો સમય લાગે છે.

CT વેલ્યુ શું છે

  • ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના મતે RT-PCR ટેસ્ટમાં SARS-CoV-2 માલુમ પડ્યા બાદ સાઈકલ થ્રેશોલ્ડ (CT)ના આધારે તેની પોઝિટિવિટીના માપદંડને જોવામાં આવે છે.
  • વ્યક્તિમાં સંક્રમણ કેટલું છે તે ડિટેક્ટ કરવા માટે સેમ્પલને અનેક વખત સાઈકલિંગની જરૂર પડે છે. આ સંજોગોમાં જો CT વેલ્યુ 35 અથવા તેનાથી ઓછો છે તો વ્યક્તિ સંક્રમિત છે તેવું માલુમ પડે છે. અને આ વેલ્યુ જો 22થી પણ ઓછો છે તો હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. CT વેલ્યુ 23થી 39 યોગ્ય માનવામાં આવે છે. આ સંજોગોમાં પણ સીટી સ્કેનની સલાહ આપવામાં આવે છે,જેથી સંક્રમણ કેટલું ફેલાયેલુ છે તેની જાણ થાય છે.

કોરોના ટેસ્ટ કરવાની ક્યારે જરૂર પડે છે

  • તાવ, છાતમાં દુખાવો, ગંધ અને સ્વાદ ન આવે, શ્વાસ લેવામાં તકલીફ પડે ત્યારે કોરોનાનો ટેસ્ટ કરવાની જરૂર પડે છે.
  • આ ઉપરાંત કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય તો 6 ફૂટના અંતર પર અથવા 15 મિનિટથી વધારે સમય સુધી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં રહ્યા હોય તો કોરોના ટેસ્ટ કરાવવો જરૂરી બને છે.

કોરોનાના લક્ષણો દેખાય પણ RT-PCR ટેસ્ટમાં પૃષ્ટી ન થાય તો X-Ray અથવા CT સ્કેન કરાવવું

  • તબીબોના મતે કુલ કેસ પૈકી 80 ટકા કેસોમાં RT-PCR ટેસ્ટ વાઈરસના સંક્રમણની પુષ્ટી કરે છે. અલબત 20 ટકા કીસ્સા એવા પણ હોય છે જેમાં RT-PCRના માધ્યમથી સંક્રમણની પુષ્ટી થતી નથી. આ સંજોગોમાં CT-Scan અને X-Ray જરૂરી બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *