સલમાન ખાનની ‘રાધે’ ઈદ પર થિયેટર્સ અને OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે

દેશભરમાં કોરોનાની કપરી સ્થિતિ હોવા છતાં સલમાન ખાને મોટો નિર્ણય લીધો છે. મોટા ભાગનાં રાજ્યોમાં થિયેટર 50% કેપેસિટી સાથે ખૂલ્યાં છે. બુધવારે સલમાન ખાને જાહેરાત કરી છે કે હાલની સ્થિતિમાં પણ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ની રિલીઝ પોસ્ટપોન નહીં થાય. ઈદ પર ભાઈજાન ઈદી(ગિફ્ટ) આપશે. ફિલ્મ 13 મેના રોજ ઈદ પર થિયેટરમાં તો રિલીઝ થશે જ, સાથે એ જ તારીખે ઝીપ્લેક્સ પર પણ રિલીઝ થશે. અનન્યા પાંડે અને ઇશાન ખટ્ટરની‘ખાલીપીલી’ પણ ઝીપ્લેક્સ પર રિલીઝ થઈ હતી. રાધે ફિલ્મમાં પણ આ જ રૂપ અપ્લાય થશે. ફિલ્મનું ટ્રેલર 22 એપ્રિલ એટલે કે આવતીકાલે રિલીઝ થશે.

થિયેટર ઉપરાંત ઝીપ્લેક્સ પર પણ રાધે રિલીઝ થશે
ઝી સ્ટુડિયોના CBO શારિક પટેલે કહ્યું, કોરોના મહામારીએ આપણને બધાને ઈનોવેટિવ બનવાનો મોકો આપ્યો છે. અમે ઝીપ્લેક્સ પર રિલીઝ કરી રહ્યા છે, સાથે જ ઓવરસીઝ માર્કેટમાં જ્યાં થિયેટર ખૂલ્યાં છે ત્યાં પણ ફિલ્મ રિલીઝ થશે. જો અમે આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ નહિ કરીએ તો ફેન્સ ઉદાસ થશે. અમે બધાનું સુરક્ષાનું પણ ધ્યાન રાખવા માગીએ છીએ, આથી અમે ઝીપ્લેક્સ પર પણ રિલીઝ કરી રહ્યા છીએ, જેથી દર્શકો ઘરે બેઠા પણ જોઈ શકે.

થિયેટર-સંચાલકો અને માલિકોના હકનું ધ્યાન રાખવું છે
સલમાન ખાનના સ્પોક્સ પર્સને કહ્યું, હાલની સ્થિતિ જોઈને અમે બધા સ્ટેકહોલ્ડર સાથે આવ્યા. સિનેમા ઇન્ડસ્ટ્રીની ભલાઈ માટે વચ્ચેનો રસ્તો શોધ્યો. અમે સંચાલકો અને માલિકોની સાથે દર્શકોનું પણ ધ્યાન રાખવા માગીએ છીએ. થિયેટરની સાથોસાથ ઘરે પણ ફિલ્મ જોવાનો ઓપ્શન આપ્યો.

બ્લોકબસ્ટર ફિલ્મ રિલીઝ કરવા પર ઘણા ખુશ છીએ
ઝી5 ઇન્ડિયાના CBO મનીષ કાલરાએ કહ્યું, અમે ફિલ્મ રિલીઝને લઈને એક્સાઈટેડ છીએ. આ ફિલ્મ વર્ષની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ છે. સલમાન સાથે કામ કરવું એ ખુશીની વાત છે. અમે ઝી5 પ્લેટફોર્મ દ્વારા આ મેગાબજેટ ફિલ્મ રિલીઝને મોટો સ્કેલ આપવા માગતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *