લગ્ન પ્રસંગો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત: DGP આશિષ ભાટિયા

સમગ્ર દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના આંકમાં તેજીથી વધારો થઈ રહ્યો છે. રાજ્યના કેટલાય શહેરોમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે રાત્રિ કર્ફયુ પણ લગાવવામાં આવેલું છે. ત્યારે આ તમામ વચ્ચે કોરોના વાયરસના વધતા સંક્રમણને અટકાવવા ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા  મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે.

પોલીસ વડા આશિષ ભાટિયાએ નાગરિક જોગ સંદેશો આપતા જણાવ્યું કે લગ્ન સમારોહમાં 50 લોકો જ હાજર રહી શકશે અને લગ્ન અંગે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ડિજિટલ ગુજરાત પર લગ્ન અંગે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન કર્યા બાદ પરિવારે ફોર્મ ભરવાનું રહેશે. રજિસ્ટ્રેશન બાદ પોલીસને જાણ થશે અને પોલીસ તેનું મોનિટરીંગ પણ કરશે.

આ સાથે જ પોલીસ વડા આશિષ ભાટિયાએ ઉમેર્યુ કે રાત્રિ કર્ફ્યૂ ધરાવતા 20 શહેરોમાં રાત્રિ દરમિયાન લગ્ન પ્રસંગ નહીં યોજી શકાય જો રાત્રિ કર્ફયુ દરમિયાન લગ્ન યોજાશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે. ડીજે માલિક, ફોટોગ્રાફર ,પાર્ટી પ્લોટ માલિક, મંડપ સર્વિસ વિરુદ્ધ પણ કાર્યવાહી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *