મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણે જબરો ભરડો લીધો છે અને સમગ્ર રાજય લોકડાઉન હેઠળ છે તે સમયેજ એક વધુ કરુણાંતિકામાં મુંબઈની નજીકના પાલધરમાં એક કોવિડ હોસ્પીટલમાં આગ લાગતા આઈસીયુમાં રખાયેલા 15 માંથી 13 દર્દીઓના આગ અને ગુગળાઈ જવાથી મૃત્યુ થયુ છે અથવા હજું બે દિવસ પુર્વે જ નાસીકની ડો. ઝાકીર હુસેન હોસ્પીટલમાં ઓકસીજન લીકેજ બાદ પુરવઠો બંધ કરી દેવાતા 24 દર્દીઓ બેડ પર જ ગુંગળાઈ મર્યા હતા તે ઘટનામાં આંસુ લુછાયા નથી. ત્યાં જ વધુ એક કોવિડ દુર્ઘટનાથી રાજયમાં શોક ફેલાઈ ગયા છે.
પાલધર જીલ્લાની વિજય વલ્લભ કોવિડ હોસ્પીટલમાં આ આગ લાગી હતી અને પ્રાથમીક તારણ મુજબ શોકસર્કીટથી આગળ લાગી હતી. સવારે ત્રણ વાગ્યે આઈસીયુ એકમમાંથી ધુમાડા નીકળવાનું શરુ થયું હતું અને જોતજોતામાં તેણે સમગ્ર આઈસીયુને ઘેરી લીધી હતી. જેમાં 16 દર્દીઓ દાખલ હતા. હોસ્પીટલમાં કુલ 90 દર્દીઓ હતા. આગમાં 13 દર્દીઓના મોત થયા છે. અન્ય ત્રણની હાલત ગંભીર છે. બાકીના દર્દીઓને અન્ય હોસ્પીટલમાં ખસેડી લેવાયા છે.
આઈસી યુનિટમાં ધમાકો થયો હતો તેથી વેન્ટીલેટર કે અન્ય કોઈ સાધનના કારણે પણ આગની દુર્ઘટના બની હોઈ શકે છે. ફાયર ફાઈટરે બાકીના દર્દીઓને બચાવી લીધા છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જેઓ આજે દેશની કોવિડ સ્થિતિ અંગે એક બાદ એક બેઠકો યોજી રહ્યા છે. તેઓએ ટવીટ કરીને આગમાં મૃતકોના પરિવાર પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી હતી.