સોનિયા નો પીએમ મોદીને લેટર : એક વેકિસનના ત્રણ ભાવ કેવી રીતે?

સરકાર વેકિસન ફ્રીમાં આપવાથી છટકી રહી છે: સોનિયાએ મોદીને પત્ર લખ્યો

નવી દિલ્હી તા.22
ભારત સરકારે 1લી મેથી 18 વર્ષથી મોટી વયનાં લોકોને કોરોના વેકિસન આપવાની જાહેરાત કરી છે અને તેના ભવ ત્રણ-ત્રણ નકકી થતા તેની સામે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ સવાલ ઉઠાવ્યા છે કે એક વેકિસનનાં ત્રણ-ત્રણ ભાવ કેવી રીતે હોઈ શકે? ફ્રી વેકિસનથી સરકાર છટકી રહી છે.

સોનિયા ગાંધીએ આ મુદ્દે વડાપ્રધાન મોદીને પત્ર લખીને કેન્દ્ર સરકારની વેકિસન પોલીસી પર સવાલ કર્યા છે અને આ પોલીસી મનમાની અને ભેદભાવપૂર્ણ ગણાવી તેમાં ફેરફાર કરવાની માંગણી કરી છે.

ઉલ્લેખનીય છે કે સીરમ ઈન્સ્ટીટયુટે પોતાની કોવિશિલ્ડ વેકિસનના દામ જાહેર કર્યા હતા. જે મુજબ રાજય સરકાર માટે પ્રતિ ડોઝ રૂા.400 અને ખાનગી હોસ્પીટલને પ્રતિ ડોઝ રૂા.600 અને કેન્દ્ર સરકારને પ્રતિ ડોઝ રૂા.150 થી વેકિસન આપવાનું જાહેર કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *