વડોદરાઃ હરણી વિસ્તારની એક હોસ્પિટલમાં કોરોનાના દર્દીનું મોત નીપજતાં તેમના સબંધીઓએ હોબાળો મચાવ્યો હતો.
શુક્રવારના રોજ લીમડી ખાતે રહેતા દેવેન્દ્રભાઇ કોરોના સંક્રમિત હોવાથી દાહોદની હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં ઓક્સિજન ઘટતાં દસ દિવસ પહેલાં સંગમ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રખાયા હતા.જ્યાં આજે તેમનું મોત નીપજ્યું હતું. પરિવારજનોએ હોસ્પિટલના સંચાલકો રૂ.૪ લાખ માંગી મૃતદેહ નહીં આપતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
બીજીતરફ હોસ્પિટલના સૂત્રોએ કહ્યું હતું કે,આ દર્દીને કોર્પોરેશને નક્કી કરેલા રેટ મુજબ બીલ આપવામાં આવ્યું છે.પેશન્ટનું વેન્ટિલેટર તેમના સબંધીના કહેવાથી કાઢવામાં આવ્યું હતું. રૂ.૪ લાખ જેટલા બીલમાંથી તેમણે રૂ.૨.૮૦ લાખ ભર્યા છે.જ્યારે,દવાના રૃપિયા બાકી છે.પોલીસે મધ્યસ્થી કરતાં દર્દીનો મૃતદેહ સોંપી દઇ તેમને જવા દેવામાં આવ્યા છે.