RT-PCR ટેસ્ટમાં પકડાતો નથી કોરોનાનો આ નવો મ્યૂટન્ટ, ડોકટરનો દાવો- દર્દીઓમાં લક્ષણો પણ નવાં

જે ઝડપથી દેશમાં કોરોનાવાયરસથી સંક્રમણના કેસ વધી રહ્યા છે એ જ ઝડપથી વાયરસ પણ પોતાને બદલાવી રહ્યો છે. વાયરસના ડબલ અને ટ્રિપલ મ્યૂટન્ટ RT-PCR તપાસમાં પણ પકડાતા નથી. દિલ્હીના હેલ્વેટિયા મેડિકલ સેન્ટરના ડૉ. સૌર્યદીપ્ત ચંદ્રાએ જણાવ્યું હતું કે કોરોના બીજા અને ત્રીજા મ્યૂટન્ટની સંરચનામાં એટલા બદલાવ આવી ગયા છે કે RT-PCR ટેસ્ટ નવા વાયરસને ઓળખવામાં સક્ષમ નથી.

નવા વાયરસથી સંક્રમિત દર્દીની અંદર લક્ષણો પણ બદલાઈ ગયાં છે. હવે કોરોના દર્દીમાં ત્વચામાં નિશાન પડવા, આંખોમાં સંક્રમણ થવું, ભ્રમની સ્થિતિ ઊભી થવી, વિટાકવાની-સમજવાની શક્તિ ઓછી થવી, સાથે લાંબા સમય સુધી સ્વાદ અને સૂંઘવાની શક્તિ ઘટ જવી, ઝાડા, પેટ દર્દ, ગળામાં કફ, શરીરમાં દુખાવો અને તાવ જેવાં લક્ષણ તો જોવા મળે જ છે.

મહારાષ્ટ્ર-દિલ્હીમાં ટ્રિપલ મ્યૂટન્ટ વેરિયેન્ટથી પરેશાની
વિશેષજ્ઞોનું માનવું છે કે દિલ્હી, બંગાળ અને મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં લોકો આ વેરિયેન્ટનો જ શિકાર થઈ રહ્યા છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, દેશમાં હવે કોરોનાનો ટ્રિપલ મ્યૂટન્ટ વેરિયેન્ટ ફેલાઈ રહ્યો છે. કોરોનાના ત્રણ અલગ અલગ સ્ટ્રેનથી નવો વેરિયેન્ટ બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *