આઇપીએલમાં 6000 રન કરનારો વિરાટ કોહલી સૌપ્રથમ ક્રિકેટર બન્યો

વિરાટ કોહલી આઇપીએલમાં ૬૦૦૦ રન કરનારો સૌપ્રથમ ક્રિકેટર બન્યો છે. આઇપીએલમાં હજી સુધી કોઈ ખેલાડી છ હજાર રન કરી શક્યો નથી. ૩૨ વર્ષીવ વિરાટ કોહલી આઇપીએલમાં તેની મેચ ૨૦૦૮માં કોલકાતા નાઇટરાઇડર્સ સામે રમ્યો હતો. તેણે હવે ૧૯૬ મેચમાં પાંચ સદી અને ૪૦ અડધી સદીની મદદથી ૬,૦૨૧ રન કર્યા છે.

વાનખેડે સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જ બેંગ્લોરો રાજસ્થાન સામેની મેચમાં ૧૮૧ રન કરી વિના વિકેટે વિજય મેળવ્યો અને કોહલીએ તે મેચમાં અણનમ ૭૨ રન ફટકાર્યા તે દરમિયાન વિરાટ કોહલીએ આઇપીએલમાં ૬ હજાર રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી હતી.

વિરાટ કોહલીનો આઇપીએલ રેકોર્ડ

૬૦૨૧ રન ઓલટાઇમ લિસ્ટમાં પ્રથમ

પાંચ સદી ઓલટાઇમ લિસ્ટમાં બીજા ક્રમે

૫૧૮ ચોગ્ગા ઓલટાઇમ લિસ્ટમાં ત્રીજા ક્રમે

૪૦ હાફ સેન્ચુરી ઓલઆઇમ લિસ્ટમાં ત્રીજા ક્રમે

૨૦૪ છગ્ગા ઓલટાઇમ લિસ્ટમાં પાંચમા ક્રમે

૧૯૬ મેચ ઓલટાઇમ લિસ્ટમાં પાંચમા ક્રમે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *