27 એપ્રિલે 2 શુભ સંયોગમાં હનુમાનજયંતી ઊજવાશે, આ દિવસે શનિ પોતાની જ રાશિ મકરમાં રહેશે

27 એપ્રિલના રોજ ચૈત્રી પૂનમ છે. ત્રેતાયુગમાં આ તિથિએ સવારે લગભગ પાંચ વાગે હનુમાનજીનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ કેસરી અને માતાનું નામ અંજની હતું. આ વર્ષે હનુમાનજંયતીએ શનિ મકર રાશિમાં રહેશે. આ યોગ 28 વર્ષ પછી બન્યો છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે, જ્યારે હનુમાનજીનો જન્મ થયો હતો એ સમયે ઉચ્ચ મંગળની ઉચ્ચના સૂર્ય પર દૃષ્ટિ હતી. આ વર્ષે હનુમાનજયંતીએ સૂર્ય ઉચ્ચનો રહેશે. શનિ સ્વરાશિ મકરમાં અને ગુરુ કુંભ રાશિમાં રહેશે. સૂર્ય, બુધ અને શુક્રનો યોગ મેષ રાશિમાં રહેશે. રાહુ વૃષભમાં અને કેતુ વૃશ્ચિકમાં રહેશે.

હનુમાનજયંતીના દિવસે શુભ યોગઃ-
હિંદુ પંચાંગ પ્રમાણે, આ વખતે હનુમાનજયંતીના દિવસે શુભ યોગ બની રહ્યો છે. 27 એપ્રિલના રોજ સિદ્ધિ અને વ્યતિપાતયોગ બની રહ્યો છે. હનુમાનજયંતીએ સિદ્ધિયોગ સાંજે 8 વાગીને 3 મિનિટ સુધી રહેશે. આ યોગમાં હનુમાનજીની પૂજા આરાધના કરવી શુભ રહેશે.

મંગળવારનો હનુમાનજી સાથે ગાઢ સંબંધ છે, કેમ કે તેમનો જન્મ મંગળવારે થયો હતો. તેમના આરાધ્ય શ્રીરામનો જન્મ પણ મંગળવારે થયો હતો.
મંગળવારનો હનુમાનજી સાથે ગાઢ સંબંધ છે, કેમ કે તેમનો જન્મ મંગળવારે થયો હતો. તેમના આરાધ્ય શ્રીરામનો જન્મ પણ મંગળવારે થયો હતો.

મંગળવાર સાથે ગાઢ સંબંધઃ-
મંગળના ઉચ્ચ રાશિ મકરમાં રહેતાં હનુમાનજીનો જન્મ થયો હતો. મંગળવારનો હનુમાનજી સાથે ગાઢ સંબંધ છે, કેમ કે તેમનો જન્મ મંગળવારે થયો હતો. તેમના આરાધ્ય શ્રીરામનો જન્મ પણ મંગળવારે થયો હતો. શ્રીરામ જન્મ સમયે મંગળ ઉચ્ચ રાશિ મકરમાં જ સ્થિત હતો. હનુમાનજીનો જન્મવાર હોવાના કારણે જ મંગળવારે તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે, સાથે જ શનિવાર પણ હનુમાનજીને ખૂબ જ પ્રિય છે, આ વખતે શનિવારનો કારક ગ્રહ શનિ પોતાની જ રાશિ મકરમાં રહેશે. આ વર્ષ પહેલાં શનિના મકર રાશિમાં રહેતાં હનુમાનજયંતી ગયા વર્ષે અને એનાથી 28 વર્ષ પહેલાં 17 એપ્રિલ 1992ના રોજ ઊજવવામાં આવી હતી. મંગળ અને શનિ બંને જ જ્યોતિષ પ્રમાણે ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. આ બંને ગ્રહોને હનુમાનજીની પૂજાથી શાંત કરી શકાય છે.

હનુમાનજયંતી પૂજાવિધિ શુભ મુહૂર્તઃ-
પૂનમ તિથિની શરૂઆત- 26 એપ્રિલ 2021 બપોરે 12 વાગીને 44 મિનિટથી શરૂ
પૂનમ તિથિનો અંત- 27 એપ્રિલ 2021એ રાતે 9 વાગીને 01 મિનિટે પૂર્ણ

શ્રીરામ અને માતા સીતાની પૂજા કર્યા બાદ હનુમાનજીની પૂજા કરો.
શ્રીરામ અને માતા સીતાની પૂજા કર્યા બાદ હનુમાનજીની પૂજા કરો.

પૂજાવિધિઃ-

  • સવારે જલદી જાગીને ઘરની સફાઇ કરો. ગંગાજળ અથવા ગૌમૂત્ર છાંટીને ઘરને પવિત્ર કરો. ત્યાર બાદ સ્નાન કરો.
  • ઘરના પૂજાસ્થાને હનુમાનજી સહિત શ્રીરામ અને સીતાજીની મૂર્તિ સ્થાપિત કરો.
  • ભગવાનને સાક્ષી માનીને આખો દિવસ વ્રતનો સંકલ્પ લો. ત્યાર બાદ પૂજા કરો.
  • શ્રીરામ અને માતા સીતાની પૂજા કરો, ત્યાર બાદ હનુમાનજીની પૂજા કરો.
  • પૂજામાં જળ અને પંચામૃતથી દેવી-દેવતાઓને સ્નાન કરાવો. ત્યાર બાદ અબીર, ગુલાલ, ચંદન, ચોખા, મૌલી, ફૂલ, ધૂપ-દીપ, વસ્ત્ર, ફળ, પાન અને અન્ય વસ્તુઓ ચઢાવો.
  • ત્યાર બાદ સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરો અને આરતી બાદ પ્રસાદ અર્પણ કરો.

શ્રીરામ-સીતા પૂજા મંત્રઃ-
आपदामपहर्तारं दातारं सर्वसम्पदां

लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् ।।

હનુમાન પૂજા મંત્રઃ-
अतुलितबलधामं हेमशैलाभदेहं दनुजवनकृशानुं ज्ञानिनामग्रगण्यम्‌ ।

सकलगुणनिधानं वानराणामधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि ।।

ઘરના મંદિરમાં હનુમાનજીની વિશેષ પૂજા કરો. દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો.
ઘરના મંદિરમાં હનુમાનજીની વિશેષ પૂજા કરો. દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો.

હનુમાનજયંતીના દિવસે આ શુભ કામ કરોઃ-
હનુમાનજીના જન્મોત્સવમાં સવારે જલદી જાગવું અને સ્નાન કર્યા પછી સૂર્યને જળ ચઢાવો. ઘરના મંદિરમાં હનુમાનજીની વિશેષ પૂજા કરો. દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. તેમની પાસે જરૂરી સમય હોય તો સુંદરકાંડનો પાઠ કરો. આ દિવસે જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. હનુમાનજી એવા લોકો પર વિશેષ કૃપા કરે છે જેઓ અન્યની મદદ માટે હંમેશાં તૈયાર રહે છે.

હનુમાનજયંતીએ આ શુભ કામ કરોઃ-
હનુમાનજીના જન્મોત્સવ પર ઘરે બેઠા જ પૂજા કરો. આ સમયે કોરોનાવાયરસના કારણે બધાં જ મંદિર બંધ છે. આવી સ્થિતિમાં ઘરમાં જ હનુમાનજીની પૂજા કરો. દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરો.

હનુમાનજીની પૂજાથી કાનૂની મામલાઓમાં વિજય પ્રાપ્ત થાય છે. તેમની પૂજાથી દેવું પણ ઊતરી જાય છે.
હનુમાનજીની પૂજાથી કાનૂની મામલાઓમાં વિજય પ્રાપ્ત થાય છે. તેમની પૂજાથી દેવું પણ ઊતરી જાય છે.

હનુમાનજયંતી વ્રત અને પૂજાનું મહત્ત્વઃ-
હનુમાનજયંતીએ વ્રત અને પૂજા કરવાથી દરેક પ્રકારના દોષ અને દુઃખ દૂર થવા લાગે છે. કળિયુગમાં હનુમાનજીની પૂજા પ્રત્યેક્ષ દેવતા સ્વરૂપે કરવામાં આવે છે. તેમની પૂજાનું ફળ જલદી જ મળે છે. તેમની પૂજા અને વ્રત કરવાથી શારીરિક અને માનસિક પરેશાનીઓ જ નહીં, આર્થિક પરેશાની પણ દૂર થઇ શકે છે. હનુમાનજીની પૂજાથી કાનૂની મામલાઓમાં વિજય પ્રાપ્ત થાય છે. તેમની પૂજાથી દેવું પણ ઊતરી જાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *