IPL 2021 : IPL ની પ્રથમ સુપર ઓવરમાં દિલ્હીએ હૈદરાબાદને હરાવ્યું

IPL 2021માં આજે દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદનરાબાદ વચ્ચે મુકાબલો હતો. જેમાં સુપર ઓવરમાં દિલ્હીની જીત થઈ છે. સુપર ઓવરમાં હૈદરાબાદની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. સુપર ઓવરમાં હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 7 રન બનાવ્યા હતા. દિલ્હીને જીત માટે 8 રનનો ટાર્ગેટ હતો. શિખર ધવન અને પંતે બેટિંગમાં આવ્યા હતા. છ બોલમાં દિલ્હીની ટીમે 7 રન બનાવી મેચ જીતી લીધી હતી.

આઈપીએલના સીઝનની 20મી મેચમાં દિલ્હી કેપિટલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને જીત માટે 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો.  દિલ્હીની ટીમે 4 વિકેટના નુકસાન પર 159 રન બનાવ્યા હતા. હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 159 રન બનાવતા મેચ ટાઈ થઈ હતી.

દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.  અક્ષર પટેલની ટીમમાં વાપસી થઈ છે. દિલ્હીએ 4 મેચમાંથી 3માં જીત પ્રાપ્ત કરીને 6 પોઈન્ટ મેળવ્યા છે. અત્યારે દિલ્હી પોઈન્ટ ટેબલમાં ત્રીજા ક્રમાંક પર છે. સનરાઈઝર્સ હૈદરાબાદ 4 મેચમાં 2 અંક સાથે 7માં ક્રમ પર છે. હૈદરાબાદનાં કેપ્ટન વોર્નરે પ્લેઇંગ-11માં ફેરફાર કર્યો હતો. તેમણે ઈજાગ્રસ્ત ભુવનેશ્વર કુમારને આરામ આપ્યો છે. જગદીશ સુચિતને તેની જગ્યાએ તક મળી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *