પદ્મભૂષણ સંગીતકાર રાજન મિશ્રનું નિધન, વેન્ટિલેટર ના મળતા દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા

બનારસ ઘરાનાની સુપ્રિદ્ધ રાજન સાજનની જોડી હવે હંમેશા માટે તૂટી ગઇ છે. આ જોડીમાં મોટા ભાઇ રાજન મિશ્રનુ રવિવારે દિલ્હીમાં કોરોનાના કારણે નિધન થયું છે. રાજન મિશ્રએ દિલ્હીના ગંગારામ હોસ્પિટલની અંદર તેમણે 6:30 આસપાસ છેલ્લા શ્વાસ લીધા છે. તેનાથી વધારે દુખની વાત એ છે કે તેમનું મૃત્યું વેન્ટિલેટર ના મળવાના કારણ થયું છે. તેમના મૃત્યુ બાદ દેશભરમાંથી પ્રશંસકો મહાન સંગીતકારને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

મળતી માહિતિ પ્રમાણે પંડિત રાજનને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને સાથે હાર્ટ એટેક પણ આવ્યો, જેના કારણે તમની સ્થિતિ ગંભીર થઇ હતી.રવિવારે સવારે દિલ્હીના સ્ટીંફસ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. જ્યાં તેમને વેંટિલેટરની જરુર હતી, પરંતુ ત્યાં તેમને વેંટિલેટર ના મળ્યું. લોકોએ ટ્વિટર પર તેમના માટે મદદ પણ માંગી. છેલ્લે તેમને દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયા, પરંતુ જ્યાં સુધીમાં તેમને વેંટિલેટર મળ્યું ત્યાં ઘણુ મોડું થઇ ગયું હતું.

રાજન મિશ્ર ભારતના પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક હતા. જેમને 207ના વર્ષમાં ભઆરત સરકાર દ્વારા કલાના ક્ષેત્રમાં પદ્મ ભૂષણનું સન્માન આપવામાં આવ્યું હતું. 1978ના વર્ષમાં તેમણે શ્રીલંકામાં પોતાનો પહેલો સંગીત કાર્યક્રમ આપ્યો હતો. ત્યારબાદ તેમણે જર્મની, ફ્રાંસ, સ્વિત્ઝર્લેંડ, ઓસ્ટ્રિયા, અમેરિકા, બ્રિટન, નેધરલેંડ, સિંગાપુર, કતર, બાંગ્લાદેશ સહિત દુનિયાભરના અનેક દેશોમાં કાર્યક્રમ કર્યા હતા.

રાજન અને સાજન મિશ્રા બંને ભઆઇ હતા અને સાથે જ કલાનું પ્રદર્શન કરતા હતા. બંને ભાઇઓએ આખા વિશ્વમાં ખૂબ પ્રસિદ્ધિ મેળવી હતી. બંને ભાઇઓનું માનવું હતું કે જેવી રીત આપણું શરીર પાંચ તત્વોનું બનેલું છે, તેવી જ રીતે સંગીતના સાત સુર સારેગામાપાધાનીસા પશુ પક્ષીઓની અવાજમાંથી બન્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *