કોરોનાની બીજી લહેરે દેશને ભરડામાં લીધો છે. કોરોના કહેરથી લોકો પરેશાન થઈ ગયા છે. તે પછી સામાન્ય જનતા હોય કે, આરોગ્ય કર્મી અથવા તો પોલીસ કર્મચારી કોઈ બચી શક્યું નથી. દરમિયાન આજે ગુજરાતમાં IAS ઓફિસર તરીકે ફરજ બજાવી ચૂકેલા સંજય ગુપ્તાનું કોરોનામાં નિધન થયું છે.
ગુજરાતમાં ફરજ બજાવી ચૂકેલા પૂર્વ IAS અધિકારી અને IITRAA અમદાવાદના આજીવન સભ્ય સંજય ગુપ્તાનું લખનૌમાં નિધન થયું છે. તેઓ કોરોના સંક્રમિત હતા અને પીજીઆઇ હોસ્પિટલમાં દાખલ હતા.
સંજય ગુપ્તાને લખનઉની પીજીઆઇ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસથી દાખલ કરવામાં આવ્યાં હતા. કોરોનાની સારવાર દરમિયાન ગઇ કાલે રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
સંજય ગુપ્તા 1985 બેંચના આઇએએસ અધિકારી હતા. મેટ્રો ટ્રેન કૌભાંડમાં પણ તેઓનું નામ સામે આવ્યું છે. ગુજરાતના તત્કાલીન સીએમ કેશુભાઈના સચિવ અને અમદાવાદ મેટ્રોના ચેરમેન રહી ચુક્યા હતા. સંજય ગુપ્તા પર ભ્રષ્ટાચારનો ગંભીર મામલો ચાલી રહ્યો હતો. નીશા ગ્રુપના ચેરમેન સંજય ગુપ્તા ઘણી 5 સ્ટાર હોટલોના માલીક હતા. અમદાવાદમાં તેમની એક ટીવી ચેનલ પણ હતી.